શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 23 ઑગસ્ટ 2021 (22:40 IST)

જમીન નહી વેચાય... નાણાકીય મંત્રીએ જણાવ્યુ શુ છે તૈયારી, રેલવે સ્ટેશન, સ્ટેડિયમ, ટ્રેન, પોર્ટ પણ લિસ્ટમાં

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ સોમવારે સ્પષ્ટ કર્યુ કે સરકાર ફક્ત અંડર-યૂટિલાઈઝ્ડ એસેટ્સને જ વેચાશે. તેનો હક સરકારની પાસે જ રહેશે અને પ્રાઈવેટ સેક્ટરના પાર્ટનર્સને નક્કી સમય પછી અનિવાર્ય રૂપથી પરત કરવા પડશે. સીતારમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (National Monetization Pipeline) ને લૉન્ચ કરતા આ વાત કરી. 
 
સીતારમણે કહ્યું કે અમે કોઈ જમીન વેચી રહ્યા નથી. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન બ્રાઉનફિલ્ડ એસેટ્સ વિશે વાત કરવામાં આવી છે જેને વધુ સારી રીતે મોનેટાઈઝ કરવાની જરૂર છે. આ એવી એસેટ્સ છે જયા પહેલા પણ રોકાણ કરવામાં આવી ચુક્યુ છે. આ એવી એસેટ્સ છે જે અંડર યુટીલાઈઝ્ડ છે. અમે ખાનગી ભાગીદારી દ્વારા તેને વધુ સારી રીતે મોનેટાઈઝ કરી રહ્યા છીએ. મોનેટાઈઝેશનમાંથી મળનારા સંસાધનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં રોકાણ કરવામાં આવશે
 
શુ શુ વેચવામાં આવશે 
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે National Monetisation Pipeline ના મુજબ નાણાકીય વર્ષ 2022 થી 2025 સુધી 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વેચી શકાય છે. National Monetisation Pipeline માં માર્ગ, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, પાવર, પાઇપલાઇન અને નેચરલ ગેસ, સિવિલ એવિએવિએશન, શિપિંગ પોર્ટ્સ અને , ટેલિકમ્યુનિકેશન્સ, ખાદ્ય અને જાહેર વિતરણ, માઈનિગ, કોલ અને હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયોનો સમાવેશ કરવામાં આવ્યો છે