1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 16 એપ્રિલ 2025 (12:59 IST)

મમ્મી-મમ્મી.. બૂમો પાડતી રહી બાળકી, Reel ના ચક્કરમાં વહી ગઈ મહિલા, જુઓ ઘટનાનો લાઈવ Video

ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાંથી એક દર્દનાક દુર્ઘટના સમાચાર સામે આવ્યા છે. જેને દરેક કોઈ હેબતાઈ ગયુ. મણિકર્ણિકા ઘાટ પર એક મહિલા રીલ બનાવતી વખતે ભાગીરથી નદીના તેજ વહેણમાં વહી ગઈ. દુર્ઘટના સમય મહિલાની નાની બાળકી બૂમો પાડી પાડીને પોતાની માતાને બોલાવતી રહી પણ કોઈ તેને બચાવી શક્યુ નહી.  
 
રીલ બનાવતા થઈ દુર્ઘટના 
આ ઘટના સોમવારની બતાવવામાં આવી રહી છે જ્યારે મહિલા પોતાના પરિવારની સાથે ઉત્તરકાશીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટ પર ફરવા આવી હતી. ત્યા તે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવી રહી હતી. આ દરમિયાન તે નદીના કિનારે પાણીમાં ઉતરી ગઈ. પણ ભાગીરથી નદીનુ વહેણ એટલુ તેજ હતુ કે મહિલાનુ સંતુલન બગડી ગયુ અને તે પાણીમાં વહી ગઈ. 

 
બાળકીની બૂમ સાંભળીને લોકો થયા હેરાન 
મહિલાની નાની બાળકી આ સમગ્ર ઘટના દરમિયાન પાસે જ ઉભી હતી. જેવી જ તેની મા વહેવા માંડી તે ગભરાઈને જોર-જોરથી મમ્મી-મમ્મી બૂમો પાડવા માંડી. આસપાસ હાજર લોકો તેની બૂમ સાંભળીને દોડી આવ્યા. પણ ત્યા સુધી ખૂબ મોડુ થઈ ચુક્યુ હતુ. મહિલા તેજ ઘારામાં વહી ચુકી હતી.  
 
અત્યાર સુધી નથી મળ્યો પુરાવો 
ઘટનાની સૂચના મળતા જ સ્થાનીક સરકાર અને SDRF ની ટીમ ઘટના પર પહોચી ગઈ. નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે પણ સમાચાર મળવા સુધી મહિલાનો કોઈ સુરાગ મળી શક્યો નથી.  
 
સરકારને આપી ચેતવણી 
બીજી બાજુ આ ઘટના પછી સરકારે લોકોને અપીલ કરી કે તે નદી કે ઝરણા પાસે ફોટો કે વીડિયો બનાવતી વખતે વિશેષ સાવધાની રાખે. ખાસ કરીને ભાગીરથે જેવી તેજ ઘાર વાળી નદીઓમાં ઉતરવુ જીવલેણ સાબિત થઈ શકે છે.