ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (08:33 IST)

Namo@71: પીએમ મોદીના જન્મદિવસ પર ભારતે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં રેકોર્ડ 2.5 કરોડથી વધુ વેક્સીનેશન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રસીકરણ અભિયાનને મોટુ પ્રોત્સાહન આપીને ભારતે શુક્રવારે કોવિડ -19 વેક્સીનના 2.5 કરોડથી વધુ ડોઝ આપીને ઇતિહાસ રચ્યો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યુ કે ભારતને અભિનંદન. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. 2.50 કરોડથી વધુ વેક્સીન લગાવીને દેશ અને વિશ્વના ઇતિહાસમાં એક સ્વર્ણિમ અધ્યાય લખવામાં આવ્યો છે. આજનો દિવસ હેલ્થ કર્મચારીઓના નામે રહ્યો. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત કોરોનાના મેગા વેક્સીનેશન  કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બરે 2 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. અગાઉ, બપોરે 1.30 સુધીમાં, દેશભરમાં રસીકરણની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગયો. સાથે જ  બપોરે 2.30 સુધીમાં, આ આંકડો 1.25 કરોડને પાર કરી ગયો છે. બપોરે 3.30 સુધીમાં આ આંકડો 1.60 કરોડને પાર કરી ગયો છે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે આ દિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે આ દિવસે દેશભરમાં મેગા વેક્સીનેશનનો વિશેષ કાર્યક્રમ ચલાવવામાં આવશે.
 
દેશભરમાં આ મેગા વેક્સીનેશન માટે, ભાજપે 6 લાખથી વધુ વોલેટિયર્સની સેના તૈયાર કરી છે, જે લોકોને રસી અભિયાનમાં જોડાવવામાં મદદ કરી રહ્યા છે. આ સ્વયંસેવકો લોકોને રસીકરણની લાઈન સુધી પહોંચાડવામાં અને તેમને અનુકૂળ રીતે રસી અપાવવામાં મદદ કરી. શુક્રવારે, કર્ણાટક 26.92 લાખ લોકોને વેક્સીન આપીને કોવિડ-19 વેક્સીનેશનમાં ટોચ પર રહ્યુ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી કે સુધાકરે રાત્રે 9 વાગ્યા સુધીના ડેટાના આધારે આ માહિતી આપી હતી.
 
મંત્રી કાર્યાલય દ્વારા રજુ કરાયેલા નિવેદન મુજબ બિહારમાં 26.6 લાખથી વધુ વેક્સીન આપવામાં આવ્યા હતા ત્યારબાદ કર્ણાટક. બીજી બાજુ, ઉત્તર પ્રદેશમાં 24.8 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, મધ્યપ્રદેશમાં 23.7 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને ગુજરાતમાં 20.4 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં કોરોના વિરુદ્ધ 21 જૂનના રોજ  88.09 લાખ અને 27 ઓગસ્ટના રોજ 1.03 કરોડ વેક્સીનેશન થયુ હતુ.