શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 8 ડિસેમ્બર 2018 (15:31 IST)

આંતરરાષ્ટ્રિય માનવ અધિકાર દિવસ’ નિમિત્તે બ્રહ્માકુમારીઝ ખાતે વિશેષ સેમિનાર

આંતરરાષ્ટ્રિય  માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન, ગુજરાત યુનીટ દ્વારા સમગ્ર ભારતમાં માનવ અધિકાર એટલે કે સંવિધાનથી બાંહેધરી આપેલ અથવા આંતરરાષ્ટ્રિય કરારખતમાં સમાવિષ્ટ તથા ભારતની અદાલતો દ્વારા લાગુ પાડી શકાય તેવાં નાગરિકોના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને માનવ ગરિમાને સ્પર્શતી ખામીઓને લગતા અધિકારો વિશે એક સેમિનાર સોમવાર, તા.૧૦. ડિસેમ્બર,૨૦૧૮- ‘આંતરરાષ્ટ્રિય માનવ અધિકાર દિવસે’ રાખવામાં આવેલ છે.         
 
આ સેમિનારમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટીક્રાઈમ ઓર્ગેનાઇઝેશન ભારતના ચેરમેનશ્રી રમેશ શાહ તથા નેશનલ ટીમમાં જોડાયેલ અલગ–અલગ રાજ્યના જેમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, તામીલનાડુથી પદાધિકારીઓ આ સેમીનારમાં પધારવાના છે. સાથે સાથે ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાના પદાધિકારીઓ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહેશે. શ્રી.કે.એમ.યાદવ, ડી.આઈ.જી. ગૃપ સેન્ટર, સી.આર.પી.એફ. ગાંધીનગર સેમિનારનું અતિથિ વિશેષપદ શોભાયમાન કરશે. જ્યારે બ્રહ્માકુમારીઝ ગાંધીનગરના સંચાલિકા આદરણિય રાજયોગિની કૈલાશ દીદીજી આશિર્વચન આપશે. સેમિનાર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, શિવશક્તિ ભવન, પ્લોટ નં. ૭૫૧, સેકટર-૨૮, ગાંધીનગરના ‘પીસપાર્ક’ ખાતે સોમવાર, ૧૦ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સવારે ૧૦.૦૦થી બપોરે ૧.૦૦ રાખવામાં આવેલ છે. તેમ ગુજરાત રાજ્યનાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ અને એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખશ્રી જયશ્રીબેન બાબરીયા દ્વારા જણાવવામાં આવે છે