રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 4 ડિસેમ્બર 2022 (14:46 IST)

મંદિરમાં શીશ ઝુકાવતા જ મોત: VIDEO

મધ્યપ્રદેશના કટનીમાં સાંઈ બાબાના દર્શન કરવા ગયેલા એક યુવકનું મંદિરમાં જ મોત થયું હતું. જ્યારે તે મંદિરમાં સાઈ બાબાની પ્રતિમા સમક્ષ માથું નમાવવા માટે નીચે ઝૂક્યો ત્યારે તે ફરી ઊઠી શક્યો નહીં. તે લાંબા સમય સુધી તે સ્થિતિમાં બેઠો હતો. લોકોએ નજીક જઈને જોયું તો તે મૃત્યુ પામ્યો હતો. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. 
આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વીડિયો શનિવારે સામે આવ્યો હતો. મૃતકનું નામ રાકેશ મેહાની (42), તે સંત નગરમાં રહેતો હતો. ગુરુવારે સાંજે સાંઈ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. સાંઈ બાબાનું આ મંદિર કુથલા પોલીસ સ્ટેશન વિસ્તારના પહારુઆ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટમાં છે.