મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કઠુઆ. , શનિવાર, 14 એપ્રિલ 2018 (10:48 IST)

કઠુઆ ગેંગરેપ - મુસ્લિમ-ગુજ્જરોને નફરત કરતો હતો સગીર આરોપી

ગેંગરેપ અને હત્યા મામલાની તપાસ કરનારનુ માનવુ છે કે ધરપકડ પામે 15 વર્ષનો સગીર માસૂમ  બાળકીની હત્યા કરવામાં સૌથી આગળ હતો. તપાસ કરનારનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક સમયથી આરોપી સગીરના મનમાં મુસ્લિમ ગુજ્જર સમુહ પ્રત્યે નફરત જન્મી હતી.  જો કે આરોઈ સગીરને માતાનુ કહેવુ છે કે તેનો પુત્ર નિર્દોષ છે અને તે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરવાવા માટે આમરણ અનશન પર બેસી છે. 
 
આરોપી સગીરના સંબંધીઓએ જણાવ્યુ કે તે એક પાતળો અને કમજોર છોકરો છે અને તેને અંધારાથી ખૂબ ભય લાગે છે. આરોપી સગીરને જુવેનાઈલ હોમ મોકલવામાં આવ્યો છે. તેના 62 વર્ષીય કાકા જે મામલાના મુખ્ય આરોપી છે અને 22 વર્ષીય કઝીનની પણ ધરપકડ કરી તેને જેલ મોકલવામાં આવ્યો છે. 
 
મામલાની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ મુજબ, આરોપી સગીરે આ પહેલા પણ મારપીટ કરવાની ઘટનાઓમાં સામેલ રહ્યો છે અને તેના પરિવારના લોકો તેનાથી ખૂબ પરેશાન રહેતા હતા. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે કઠુઆ મામલામાં પોલીસ દ્વારા ઘરપકડ કરવાના લગભગ 3 મહિના પહેલા તેમના પુત્ર અને ગુજ્જર મુસ્લિમો વચ્ચે મારપીટ થઈ હતી. 
 
આરોપી સગીરની માતાએ જણાવ્યુ કે તેમનો પુત્ર પોતાના મિત્રો સાથે ગુજ્જરોના ઘર પાસે ખાઈ-પી રહ્યો હતો ત્યારે ગુજ્જરોએ તેની સાથે લડાઈ કરી  હતી. એટલુ જ નહી ત્યારબદ ગુજ્જરોએ તેમના પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. 
 
આરોપીની માતા પણ ઈચ્છતી હતી કે પોલીસ તેના પુત્રને ઠપકો આપે જેથી તે યોગ્ય રસ્તે જાય. આ સમજીને માતા પોતાના પુત્રને લઈને પોલીસ સ્ટેશન ગઈ હતી. તપાસ અધિકારીઓએ જણાવ્યુ કે તેને મારપીટ પછી આરોપી સગીરના મનમાં ગુજ્જરો પ્રત્યે નફર પેદા થઈ ગઈ હતી.