ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 26 નવેમ્બર 2019 (16:05 IST)

ફ્લોર ટેસ્ટ પહેલા ફડણવીસનુ સરેંડર, CM પદ પરથી રાજીનામાનુ એલાન

-મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટનો મોટો  નિર્ણય 
- આવતીકાલે સાંજે 5 વાગ્યે સાબિત કરવુ પડશે બહુમત 
- ઉપમુખ્યમંત્રી પદ પરથી અજીત પવારનુ રાજીનામુ 
- દેવેન્દ્ર ફડણવીસએ PC મા શિવસેનાને ઘેરી 
-  અમારા પર હોર્સ ટ્રેડિંગનો આરોપ એ લોકો લગાવી રહ્યાં છે જેમણે આખો તબેલો જ ખરીદી લીધો : ફડણવીસ
-  અજીત પવારે મને મળીને કહ્યું કે તેઓ આ સરકારમાં નહીં રહી શકે અને તેમણે મને રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપ્યા બાદ બહુમત માટે જેટલા ધારાસભ્યો ભાજપ માટે જરૂરી છે તેટલા અમારી પાસે નથી. જેથી ભાજપે નિર્ણય લીધો છે કે અમારી પાસે બહુમત નથી અને મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો  : દેવેન્દ્ર ફડણવીસ
-  અમે ક્યારેક હોર્સ ટ્રેડિંગ કર્યું નથી : દેવેન્ફ્ર ફડણવીસ
-  શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને ફડણવીસે ટોણો મારતા કહ્યુ – ગઈ કાલે તો શિવસેનાના નેતા કોંગ્રેસના સોનિયા ગાંધીના શપથ લઈ રહ્યાં હતાં.
 
 
 અજીત  પવારે મને સોંપ્યુ હતુ રાજીનામુ - દેવેન્દ્ર ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા કે અજિત પવારે કહ્યુ કે સરકાર બનાવવા માટે અમે તમારો સાથ આપીશુ જેથી સ્થાયી સરકાર બની શકે પણ જ્યારે બહુમત સાબિત કરવાની વાત આવી તો અજિત પવારે મને મળીને કહ્યુ કે હુ ગઠબંધન નથી કરી શકતો અને અલગ થવાની વાત કરી. તેમણે કહ્યુ કે હવે અમારી પાસે બહુમત નથી.   
 
પરિણામ જોઈને શિવસેનાએ બદલ્યુ વલણ 
 
દેવેન્દ્ર ફડણવીસની પ્રેસ કોન્ફ્રેંસ શરૂ થઈ છે.  ફડણવીસે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાએ શિવસેના-બીજેપીને બહુમત આપ્યુ હતુ. પણ શિવસેનાએ પરિણામ પછી પોતાનુ વલણ બદલ્યુ.  અમે ક્યારેય પણ અઢી અઢી વર્ષના ફોર્મૂલાનુ વચન નહોતુ આપ્યુ. અમિત શાહે સ્પષ્ટ કર્યુ હતુ કે મુખ્યમંત્રી બીજેપીનો જ હશે.  સીટો જોઈને શિવસેનાએ પોતાનુ વલણ બદલી લીધુ હતુ.  અમારી સાથે વાત કરવાને બદલે તેમણે કોંગ્રેસ અને એનસીપી સાથે વાત કરી. 
 
પાંચ વર્ષ મુખ્યત્રી રહેશે - ઉદ્ધવ ઠાકરે 
 
મહારાષ્ટ્રમાં મચેલી રાજનીતિક હલચલના વચ્ચે સંજય રાઉતે એલાન કર્યુ છે કે આજે સાનેજ ઉદ્ધવ ઠાકરેએન નેતાના રૂપમાં પસંદ કરવામાં આવશે.  પાંચ વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી રહેશે. આ ઉપરાંત તેમને કહ્યુ કે અજીત પવાર અમારી સાથે છે. 
 
 
મોદી અને અમિત શાહે મહારાષ્ટ્ર પર કરી બેઠક.. 
 
મહારાષ્ટ્રને લઈને રાજનીતિક હલચલ મુંબઈથી લઈને દિલ્હી સુધી તેજ થઈ ગઈ છે. સુર્પીમ કોર્ટે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ બધા રાજનીતિક દળ એક્ટિવ થઈ ગયા છે. દિલ્હીમાં પણ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજેપી અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહની સાથે આ મામલે બેઠક કરી.