શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:56 IST)

કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્ર

પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન ચીની સૈનિકોની સાથે બાથ ભીડતા શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્નલ સંતોષ બાબૂની મા અને પત્નીને આ પુરસ્કાર આપ્યો. સંતોષ બાબૂની સાથે જ ઓપરેશનનો ભાગ રહેલા નાયબ સૂબેદાર નૂડૂરામ સોરેન, હવાલદારના પિલાની, નાયક દીપક સિંહ અને કોન્સ્ટેબર ગુરતેજ સિંહને પણ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.