ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (15:01 IST)

Monsoon Update- કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે. ચોમાસાની રાહ હવે પૂરી થઈ ગઈ છે.

Monsoon Update- કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે. ચોમાસાની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આગામી બે દિવસમાં તમને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચોમાસાની અસર જોવા મળશે.
 
સ્કાયમેટ વેધરના વૈજ્ઞાનિક મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની અસર ચોમાસા પર થાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં વરસાદ થશે પરંતુ ભારતની મધ્ય અને ઉત્તરના ભૂ-ભાગો પર ચોમાસું મોડું થાય તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગ (IMD) એ પણ 4 જૂન સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ તે તેના કરતા વધુ વિલંબિત થઈ. 
 
સામાન્ય રીતે જ્યારે કોઈ વાવાઝોડું સર્જાય તો તે ભેજને પોતાની તરફ ખેંચી લે છે અને બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીંવત્ થઈ જાય છે.જેમ કે મોખા વાવાઝોડું સર્જાયું ત્યારે ભારતની અંદર હીટ વેવ જેવી સ્થિતિ બની ગઈ હતી અને ગુજરાતમાં ખૂબ ઝડપથી ગરમી વધી હતી.
 
હાલ ચોમાસું 1 જૂનના રોજ અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું અને 2 જૂનના રોજ અરબી સમુદ્રમાં જ આગળ વધ્યું હતું.જોકે, તે બાદ ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે અને 6 જૂન સુધી ચોમાસું આગળ વધ્યું નથી. 
 
આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસું સક્રિય થઈ જશે. આ પછી તામિલનાડુ, કર્ણાટક, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ભારતમાં ચોમાસાની અસર જોવા મળશે. જે બાદ તે ધીરે ધીરે યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને હરિયાણા પહોંચશે. મધ્ય ભારતના ખેડૂતો કે જેઓ વરસાદની મોસમ દરમિયાન તેમના પાકની વાવણી માટે રાહ જોઈ રહ્યા છે તેમને લગભગ 10 દિવસ રાહ જોવી પડશે.