શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 25 નવેમ્બર 2021 (11:29 IST)

NFHS સર્વે - ભારતમાં પહેલીવાર પુરૂષોના મુકાબલે મહિલાઓની સંખ્યા વધી, પ્રજનન દર ઘટ્યો

ભારત હવે લૈગિક સમાનતા તરફ આગળ વધી રહ્યુ છે. દેશમાં હવે દર એક હજાર પુરૂષો પર એક હજાર વીસ મહિલાઓ થઈ ગઈ છે. પ્રજનન દરમાં પણ કમી આવી છે. જેનાથી જનસંખ્યા વિસ્ફોટનો પણ ખતરો ઘટ્યો છે.  આઝાદી બાદ પહેલી વખત પુરૂષોની સરખામણીએ મહિલાઓની વસ્તી 1,000ને પાર કરી ગઈ છે. આ આંકડો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં સામે આવ્યો છે. અગાઉ 2015-16ના વર્ષમાં થયેલા NFHS-4માં આ આંકડો પ્રત્યેક 1,000 પુરૂષોએ 991 મહિલાઓનો હતો.  રાષ્ટ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS)ના આંકડામાં આ વાતો સામે આવી છે. ઉલ્લેખ છે કે NFHS એક સૈપલ સર્વે છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 24 નવેમ્બરના રોજ આ આંકડા રજુકર્યા છે. ઉલ્લેખનીય છે કે મોટી વસ્તી પર રાષ્ટ્રીય જનગણના (National Census)થાય છે. 
 
 
એટલું જ નહીં, જન્મ સમયના સેક્સ રેશિયોમાં પણ સુધારો થયો છે. 2015-16ના વર્ષમાં પ્રત્યેક 1,000 બાળકોએ બાળકીઓની સંખ્યા 919 હતી જે 2021માં સુધરીને પ્રત્યેક 1,000 બાળકોએ 929 બાળકીઓની થઈ ગઈ છે.
 
 
NFHS-5ના અહેવાલ પ્રમાણે સેક્સ રેશિયોમાં સુધારો શહેરોની સરખામણીએ ગામોમાં વધારે જોવા મળી રહ્યો છે. ગામોમાં પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,037 છે જ્યારે શહેરોમાં 985 મહિલાઓ છે. NFHS-4માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. તે સર્વે પ્રમાણે ગામોમાં પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,009 હતી અને શહેરોમાં તે આંકડો 956 હતો