શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (14:14 IST)

Pegasus Phone Tap:- પેગાસસ સ્પાઈવેયરથી પત્રકારો, વિપક્ષી પત્રકારો, વિપક્ષી નેતાઓ સાથે ઘણા લોકોની જાસૂસીનો દાવો, ભારત સરકાર આરોપોને નકાર્યુ

તપાસ રિપોર્ટમાંદાવો કરાયુ છે કે ભારત આશરે 300 લોકોની જાસૂસી પેગાસસના સ્પાઈવેયરથી કરાઈ જેમાં 40 પત્રકાર પણ શામેલ છે. દ વૉશિંગ્ટન પોસ્ટએ દુનિયાભરના 16 બીજા મીડિયા સહયોગીઓની સાથે મળીને દ પેગાસસ પ્રોજેટ નામથી તપાસ રિપોર્ટ રજૂ કરી છે આ તપાસ રિપોર્ટમાં દાવો કરાયુ છે કે પ્રાઈઋ ઈઝરાયલી સૉફટ્વેયર પેગાસનો ઉપયોગ ફોન ટેપ કરવામાં કરાયુ. તેમાં દુનિયાભરના 37 સ્માર્ટફોનને હેક કરવામાં સફળતા મળી હતી. આ સ્માર્ટફોન મોટા પત્રકાર, માનવાધિકાર, કાર્યકર્તા, વ્યાપારી અધિકારી અને બે એવી મહિલાઓ જે કે સઉદી અરબના પત્રકાર જમાલ ખસોગીની હત્યાથી સંકળાયેલી હતી તેના હતા. 
 
હકીકતમાં આ મિલિટ્રી ગ્રેડ સ્પાઈવેયરને આતંકીઓ અને અપરાધીઓને ટ્રેક કરવા માટે ઉપયોગનો લાઈસેંસ મળ્યુ છે. પણ તેનાથી 37 સ્માર્ટફોનને સફળતાની સાથે હેક કરાયુ. લિસ્ટમાં 50 હજારથી વધારે ફોન નંબર હતા. જે દેશ તેમના નાગરિકોની જાસૂસી માટે ઓળખાય છે તે ઈઝરાયલી ફર્મ એનએસઓ ગ્રુપના ક્લાઈંટ પણ છે. એંનએસઓ ગ્રુપ દુનિયાની સ્પાઈવેયર ઈંડસ્ટ્રીની વર્લડવાઈડ લીડર છે. 
 
ભારતમાં 300 લોકોની થઈ જાસૂસ 
ભારત આશરે 300 લોકોની જાસૂસી પેગાસસના સ્પાઈવેયરથી કરાઈ જેમાં 40 પત્રકાર પણ શામેલ છે. જેના ફોન હેક કરવાનો દાવો કરાયુ છે તેમાં મંત્રીથી લઈને વિપક્ષન નેતા, પત્રકાર, લીગલ કયુનિટી, વેપારી, સરકારી ઑફીસર, વૈજ્ઞાનિક અને ર્ક્ટિવિસ્ટસ સુધી શામેલ છે. દાવો છે કે આ લોકો ફોનથી નિગરાણી રાખી રહ્યા હતા પણ કેંદ્ર સરકારએ આ રિપોર્ટનો ખંડન કર્યુ છે. 

ભારતના ઘણા મીડિયા સંસ્થાનોના પત્રકારોની જાસૂસીનો દાવો 
આ તપાસ રિપોર્ટમાં દાવો કરાયુ છે કે પેગાસસ સ્પાઈવેયરથી ઇન્ડિયન એક્સપ્રેસ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ન્યૂઝ 18, ઇન્ડિયા ટુડે, ધ હિન્દુ, ધ વાયર અને ધ પાયોનિયર જેવા મીડિયા સંગઠનો સાથે સંકળાયેલા છે. પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે એક ભારતીય એજન્સીએ આ સંસ્થાઓમાં કામ કરતા પત્રકારો પર નજર રાખવા માટે વર્ષ 2017 થી 2019 ની વચ્ચે તેમના ફોન ટેપ કર્યા હતા.
 
ભારત સકરારે તપાસ રિપોર્ટનો કર્યુ ખંડન 
ભારત સરકારે આ બાબતમાં બ્કહ્યુ છે કે સરકાર પર કેટલાક લોકોની જાસૂસીનો હે આરોપ લગાવ્યુ છે તેનો કોઈ મજબૂત આધાર નથી કે તેમા કોઈ સત્ય નથી. નિવેદમાં કહ્યુ કે તેનાથી પહેલા પણ તેવો દાવો કરાયુ હતુ જેમાં વાટ્સએપથી પેગાસસની વાત કહી હતી. તે રિપોર્ટ પણ તથ્યો પર આધારિત નહી હતી અને બધા પાર્ટીઓએ દાવાને ફગાવી દીધુ હતું. વાટસએપએ તો સુપ્રીમ કોર્ટમાં પણ આ આરોપો નકાર્યા હતા.