ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જયપુર. , ગુરુવાર, 31 માર્ચ 2022 (15:18 IST)

Sariska Tiger Reserve Fire: આગ ઓલવવાને સ્થાને અંજલિ તેંદુલકરને જંગલ ફેરવવા નીકળી પડ્યા ફોરેસ્ટ અધિકારી, photo Viral

અનેક દિવસોની મહેનત પછી પણ રાજસ્થાન(Rajasthan)ના સરિસ્કા ટાઈગર રિઝર્વ(Sariska Tiger Reserve Fire)મા લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આ દરમિયાન સમાચાર સાંભળવા મળ્યા છે કે રવિવારે ત્યા સચિન તેંદુલકરની પત્ની અંજલી તેંદુલક (Anjali Tendulkar)ફરવા પહોંચી. તેમની સાફે ફીલ્ડ ડાયરેક્ટર આરએન મીના અને ડીએફ ઓ પણ હાજર રહ્યા. રિપોર્ટ્સ મુજબ જ્યારે ફોરેસ્ટ અધિકારી અંજલી તેંદુલકરની સાથે જંગલ સફારે પર નીકળ્યા હતા. ત્યારે ટાઈગર રિઝર્વમાં આગ લાગવાની સૂચના મળી ચુકી હતી. આ કારણે ફોરેસ્ટ અધિકારીઓની ખૂબ આલોચન થઈ રહી છે. લોકોનુ કહેવુ છે કે આગને કાબુમાં કરવાને બદલે ફોરેસ્ટ અધિકારી સેલેબ્રેટીને ફેરવવામાં વધુ રસ ધરાવે છે.  
 
સરિસ્કા ટાઈગર રિઝર્વમાં લાગેલી આગને બુઝાવવાનું કામ બુધવારે ફરી શરૂ થયું અને એરફોર્સના બે હેલિકોપ્ટરે પાણીનો છંટકાવ કર્યો. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "મંગળવારે રાત્રે આગ વધુ ફેલાઈ ન હતી અને ગઈકાલની સરખામણીમાં 50 ટકાથી વધુ કાબૂમાં આવી ગયો છે." અધિકારીએ જણાવ્યું હતું કે, "જે વિસ્તારમાં ઓછા ઘાસના મેદાનો છે ત્યાં હજુ પણ આગ લાગી છે, તેથી અમને આશા છે કે આગને કાબૂમાં લાવવામાં વધુ સમય નહીં લાગે." 

 
અધિકારીએ જણાવ્યું હતું કે ગઈકાલે 10 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી આગ હવે પાંચથી છ ચોરસ કિલોમીટર સુધી ઘટી ગઈ છે અને હેલિકોપ્ટર નજીકના સિલિસેહમાંથી પાણીનો છંટકાવ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ની બે બચાવ ટીમો સાથે વન વિભાગના કર્મચારીઓ, પ્રકૃતિ માર્ગદર્શકો અને સ્થાનિક લોકો પણ આગ ઓલવવામાં રોકાયેલા છે. નોંધનીય છે કે રવિવારે સાંજે લાગેલી આગ સોમવારે કાબૂમાં આવી હતી પરંતુ તે પછી ફરી ભડકી ઉઠી હતી.
 
વન વિભાગે આસપાસના ગા મના લોકોને જંગલમાં ન જવાનુ કહ્યુ છે. કારણ કે જ્યા આગ લાગી ત્યા ચાર વાધ અને પાંચ બચ્ચા ફરે છે. ઉલ્લેખનીય છે કે અલવર જિલ્લામાં સ્થિત આ ટાઈગર રિઝર્વમાં 27 વાઘ અને અન્ય અનેક પ્રાણીઓની પ્રજાતિઓ છે.