શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (18:13 IST)

Rape in running train: ચાલુ ટ્રેનમાં બળાત્કાર

Rape in running train: મધ્યપ્રદેશના ભોપાલ રેલ્વે સ્ટેશન પર એક યુવતીએ ફરિયાદ કરી છે કે, ચાલતી ટ્રેનમાં તેની સાથે બળાત્કાર થયો હતો. યશવંતપુર-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (12629)ની પેન્ટ્રી કારમાં બળાત્કારની ઘટના બની હતી. તે સમયે ટ્રેન મુંબઈથી દિલ્હી જઈ રહી હતી. પોલીસે બળાત્કારના આરોપી પેન્ટ્રી કાર મેનેજરની ઝાંસીથી ધરપકડ કરી છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે તે કામની શોધમાં મુંબઈ ગઈ હતી. ત્યાં કામ ન મળ્યું તો તે દિલ્હીમાં પોતાના ઘરે પરત જતી રહી હતી. પેન્ટ્રી કારના સંચાલકે ટ્રેનમાં જગ્યા ન હોવાનો ફાયદો ઉઠાવીને એકલી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો.
 
હું 21 વર્ષનો છું. હું જૂના દિલ્હીમાં રહું છું. 9 ફેબ્રુઆરીએ દિલ્હીથી મુંબઈ ગઈ હતી. ત્યાંના લોકોએ કહ્યું- મુંબઈ સારું નથી. અહીં છોકરીઓને વેચી દે છે. તું પાછી જતી રહે. તે શુક્રવારે બપોરે 12 વાગે મુંબઈથી દિલ્હી જતી ટ્રેન પકડી હતી. તે ટ્રેનમાં ભીડ હતી, એટલા માટે ભુસાવલ સ્ટેશન પર ઊતરી ગઈ હતી. ત્યાંથી સાંજે 6 વાગે યશવંતપુર-નિજામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (12629)નાં AC કોચમાં બેઠી હતી. કોચમાં તે નીચે જ શાલ ઓઢીને સૂઈ ગઈ હતી. રાત્રે લગભગ 8 વાગતાં એક વ્યક્તિ આવી હતો. તેણે વાદળી શર્ટ પહેરેલો હતો. તેણે મને ઉઠાડી હતી અને કહ્યું, અહીં કેમ સૂઈ રહી છે? જનરલ ડબ્બામાં સીટ ખાલી છે. ત્યાં જઈને સૂઈ જા. તે મને બળજબરીપુર્વક તે તરફ લઈ જવા લાગ્યો હતો. કેન્ટીનવાળા કોચની નજીક જઈને કહ્યું કે અહીં દરવાજા પાસે સૂઈ જાઓ.
 
યુવતી પર બળાત્કાર ગુજાર્યો
 
તેના કહેવાથી હું દરવાજા પાસે સૂઈ ગઈ હતી. થોડીવાર બાદ તે વ્યક્તિ ફરી પાછી આવી. તે મને ઉઠાવીને કેન્ટીનના કોચમાં લઈ ગયો હતો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. મેં બૂમો પાડી તો તેણે મને ત્રણ-માર લાફા માર્યા હતા. મને ધમકી પણ આપી હતી કે કોઈને પણ કહીશ તો ટ્રેનમાંથી નીચે ફેંકીને મારી નાખીશ. બાદમાં હું રડતાં-રડતાં મારો સામાન લઈને બીજા કોચમાં જતી રહી હતી. તે સમયે રાતના 10 વાગ્યા હશે. મને ટ્રેનમાં બે લોકો મળ્યા હતો. તેમને મેં આ ઘટના બાબતે જણાવ્યું હતું. ટ્રેન ભોપાલ પહોંચ્યા બાદ એ જ બે લોકોની સાથે જ હું પોલીસ સ્ટેશને પહોંચી હતી અને આ બાબતે પોલીસને જણાવ્યું હતું.
 
15થી 20 લોકોની રાત્રે જ અટકાયત કરવામાં આવી 
 
ભોપાલ રેલવે સ્ટેશનના ડેપ્યુટી મેનેજર અનિલ શર્માએ જણાવ્યું હતું કે તેમને કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યા હતા. અમે ત્યાં પહોંચ્યા તો ટ્રેનના પેન્ટ્રીકારનો કોચ અંદરથી બંધ હતો. કોચને ખોલાવીને બધાની અટકાયત કરી હતી. 15થી 20 લોકોની રાત્રે જ અટકાયત કરવામાં આવી હતી, પણ તેમાંથી કેટલાક મુસાફરો પણ હતા. આ બાબતે ઓન ડ્યૂટી સ્ક્વોડ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. GRP ASP પ્રતિભા એસ. મેથ્યુએ જણાવ્યું હતું કે યુવતીની સાથે પેન્ટ્રીકારના સ્ટોર રૂમમાં બળાત્કાર થયો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાબતનો કોઈ સાક્ષી હજી સુધી કોઈ સામે આવ્યો નથી.
 
ઝાંસીથી આરોપીની ધરપકડઈટારસીના DSP રેલ અર્ચના શર્માએ જણાવ્યું હતું કે આરોપી ભૂપેન્દ્ર તોમરની GRPએ ઝાંસી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે. તે ટ્રેનના બીજા કોચમાં જઈને સંતાઈ ગયો હતો. ભૂપેન્દ્ર ભીંડનો રહેવાસી છે. ઈટારસી ખાતે કોઈ ટ્રેન સ્ટોપેજ નથી. ટ્રેન અહીંથી રવાના થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી