1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (12:36 IST)

Mumbai News- ઓમિક્રોન વેરિએંટના વધતા કેસ મુંબઈમાં ધારા 144 લાગૂ લગાવ્યા ઘણા પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં કોરોના(Coronavirus)  સંક્રમણ (Omicron) વધતાની વચ્ચે મુંબઈમાં કોવિડ પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યુ છે. આ દરમિયાન રોડ પર મુંબઈ પોલીસ ચેકિંગ કરી રહે છે. મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી માટે ધારા 144 લાગૂ છે/ 
 
પોલીસ અધિકારીએ જણાવ્યુ જે લોકોએ માસ્ક નહી પહેરી રાખ્યુ છે. તેની વિરૂદ્ધ દંડ લાગી રહ્યુ છે. જેને માસ્ક નહી પહેર્યુ છે તેની વિરૂદ્દ કાર્યવાહી કરાશે. દક્ષિણ અફ્રીકાથી આવેલ કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનની ચપેટમાં અત્યાર સુધી ઘણા દેશ આવી ગયા છે. બુધવાર રાત સુધી દેશમાં ઓમિક્રોનના 12 વધુ નવા કેસ સામે આવ્યા છે. તેમાંઠી મહારાષ્ટ્ર અને કેરળમાં ચાર-ચાર કેસ જ્યારે બે દર્દી તેલંગાના અને એક -એક બંગાળ અને તમિલનાડુમાં મળ્યા છે. તેની  સાથે જ દેશમાં ઓમિક્રોનના કુળ કેસની સંખ્યા 74 થઈ ગઈ છે. 
 
કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ (Corona Omicron Variant) દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે. બુધવારે તમિલનાડુમાંથી પણ ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. મળતી માહિતી મુજબ, ચેન્નઈનો રહેનારો એક 47 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો. તે તાજેતરમાં નાઈજીરીયાના પ્રવાસેથી પરત ફર્યો હતો. આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી સુબ્રમણ્યમે જણાવ્યું છે કે તમિલનાડુમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે, જેમાં નાઈજીરિયાથી પરત ફરેલા 47 વર્ષીય વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા બુધવારે પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાંથી પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે.