શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 15 માર્ચ 2018 (17:38 IST)

Loksabha 2019 - શુ મોદીનો જાદુ કાયમ રહેશે ?

ગોરખપુર અને ફુલપુરના ચૂંટણી પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો ધક્કો છે.  કારણ કે જે સીટો પર તેમને હાર મળી છે તે તેમના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની લાખોથી વધુ વોટોથી જીતેલી સીટો હતી. 
 
આ બંને સીટો એ જ ઉત્તર પ્રદેશમાં છે જેમણે 2014માં નરેન્દ્ર મોદીની જોરદાર જીતનો રસ્તો બનાવ્યો હતો. તો આ હિસાબથી આ હાર ભારતીય જનતા પાર્ટી માટે ખતરાની ઘંટી છે. 
 
જો કે દરેક ચૂંટણીને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. આ પેટાચૂંટણી અને તેમા મતદાન ટકા ખૂબ ઓછા હતા. તો કહી શકાય છે કે આ બંને ચૂંટણી સ્થાનીક મુદ્દા પર લડવામાં આવી. અને સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પ્રચાર નહોતો કરવામાં આવ્યો. 
બીજી બાજુ સપા અને બસપા એક થઈ ગયા હતા. યૂપીમાં બહુજન સમાજ પાર્ટીની વોટબેંક 20 ટકા છે. સમાજવાદી પાર્ટીનો પણ 20 ટકા રહ્યો છે. તો આ બંને એક સાથે થઈ જશે તો તેમની સામે કોઈ પણ પ્રકારની રણનીતિના સફળ થવાની શક્યતા ઓછી રહેશે. 
 
યોગી આદિત્યનાથને ફટકો 
 
જો કે હાલ બે પેટાચૂંટણીના બે પરિણામો પરથી એ કહેવુ સામાજીક ન્યાયની લડાઈનું કમબેક થઈ ગયુ છે તો એ થોડી ઉતાવળ કહેવાશે. કારણ કે આવુ કહેવા માટે ઓછામાં ઓછુ વિધાનસભા ચૂંટણીમાં તેનુ સફળ હોવુ જરૂરી છે.  
 
પણ આ વાત પર પણ કોઈ શક નથી કે ગોરખપુરની હાર યોગી આદિત્યનાથ માટે રાજનીતિક ધક્કો છે.  કારણ કે તે પોતાના ગઢમાં હાર્યા છે.  એક વર્ષ પહેલા જ તેઓ મુખ્યમંત્રી બન્યા છે પણ પોતાના ગઢમાં તેમની હાર બતાવી રહી છે કે મતદાતા તેમનાથી ખુશ નથી. 
તેમણે વિચારવુ પડશે કે લોકો વોટ નાખવા કેમ ન નીકળ્યા અને નીકળ્યા તો પણ તેમને વોટ સમાજવાદી પાર્ટીમાં કેમ ગયા. આ વાત કેશવ પ્રસાદ મોર્ય માટે પણ કહી શકાય છે.  આ બંને સીટો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીને બિહારના અરરિયામાં પણ હારનો સામનો કરવો પડ્યો. જ્યા લાલૂ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળને જીત મળી છે. નીતીશ કુમાર અને ભાજપ પાર્ટીના ગઠબંધનને આ ક્ષેત્રમાં લોકોનુ સમર્થન મળ્યુ નહી.

જો કે આ દરમિયાન એ વાત વધુ પણ  ધ્યાન આપવા લાયક છે કે પેટાચૂંટણીમાં કોઈ રણનીતિ પણ નથી ચાલતી આ વાત યૂપી જ નહી બીજા રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો પરથી પણ જાહેર થયા છે.  લોકસભા પેટાચૂંટણીમાં અત્યાર સુધી બીજેપી 10 સીટ હારી ચુકી છે. તેનાથી સ્પષ્ટ છે કે ભરતીય જનતા પાર્ટીની મુશ્કેલી આવનારા દિવસમાં વધવાની છે. 
 
ગઠબંધનની રાજનીતિનો કમાલ - ઉલ્લેખનીય છેકે 2014ની લોકસભા ચૂંટણીએ જ્યા એવા સંકેત આપ્યા હતા કે ક્ષેત્રીય દળોના દિવસો ફરી વળ્યા છે તો બીજી બાજુ આ સ્પષ્ટ થઈ રહ્યુ છે કે ભારતીય રાજનીતિમાં ક્ષેત્રીય દળોને સમાપ્ત માની શકાતુ નથી. ગોરખપુર ફુલપુર અને અરરિયાના ચૂંટણી પરિણામોએ ક્ષેત્રીય દળોને નવુ જીવન આપ્યુ છે. 
 
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. સમાજવાદી પાર્ટી પણ કમજોર થઈ ગઈ હતી. આવામાં તેમને આ વાતનો એહસાસ થઈ ગયો હતો કે તમારા અસ્તિત્વને બચાવી રાખવા માટે સાથે એક થવુ પડશે. આવો જ પ્રયોગ 2015માં લાલૂ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારે એક સાથે આવીને કર્યો હતો. 
બીજી બાજુ ચૂંટણી પરિણામોના આવવાના ઠીક પહેલી રાત્રે સોનિયા ગાંધીએ વિપક્ષના નેતાઓને ડિનર પર બોલાવ્યા હતા. તેમા દેશના 20 રાજનીતિક દળોના નેતા ભેગા થયા હતા. આ એ નેતા છે જેમના દળોએ પોત પોતાના રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન હાર જોવા મળી હતી. પણ વિપક્ષના આ નેતાઓ વચ્ચે હવે આ વાતની સમજ બની રહી છે કે એક સાથે થતા તેઓ નરેન્દ્ર મોદીનો વિજય રથ રોકી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે એ સમજવુ પડશે કે 2014માં તસ્વીર અલગ હતી 2014માં ભાજપાની ખૂબ ઓછા રાજ્યોમાં સરકાર હતી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના દાવેદાર હતા. તેઓ યૂપીએ સરકાર પર આક્રમકતાની સાથે સવાલ ઉભા કરી રહ્યા હતા. લોકોને તેમની વિકાસની વાતો પર વિશ્વાસ હતો પણ 2018-19ની તસ્વીર બીજી છે. 
 
લોકો પૂછશે સવાલ - દેશના 21 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 2019માં લોકો તેમને સવાલ પૂછશે. રાજ્ય સરકારના પ્રત્યે સામાન્ય લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. લોકોમાં નારાજગી વધી રહી છે. તેઓ બીજેપીને હરાવવા વોટ કરી રહ્યા છે. કારણ કે જે વચન આપ્યા છે તેપૂરા થઈ રહ્યા નથી  વર્તમાન સમયમાં ભાજપા પાર્ટીનો સૌથી મોટો પડકાર આ જ છે. 
 
 જો કે પેટાચૂંટણીના પરિણામો પરથી એવુ નથી કહી શકાતુ કે નરેન્દ્ર મોદીનો જાદુ ઘટી રહ્યો છે. કારણ કે વર્તમાન સમયમાં તેઓ દેશના સૌથી મોટા નેતા છે. તેમની પોતાની જુદી જ લોકપ્રિયતા છે. પણ જ્યારે લોકસભા ચૂંટણી લડવામાં આવે છે તો અનેક રાજ્યોમાં તમને પડકાર આપવા માટે ક્ષેત્રીય દળ હોય છે. 
વર્તમાન સમયમાં તમે જોશો તો અનેક રાજ્યોમાં આવા દળ છે. જેવા કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે. ઓડિશામાં નવીન પટનાયક છે. તેલંગાનામાં ટીઆરએ છે. બિહારમાં રાષ્ટ્રીય જનતાદળ છે અને યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ક હ્હે. જે પોતાપોતાના ક્ષેત્રમાં નરેન્દ્ર મોદીને દમદાર પડકાર આપી શકે છે.  રાજ્યની જનતા સ્થાનેકે મુદ્દા પર લોકસભા ચૂંટણીમાં પ્ણ વોટ કરે છે. 
 
લોકોમાં વધી નારાજગી 
 
આ દળ જો લોકસભા ચૂંટણીમાં પણ સ્થાનીયતાનો રંગ આપે છે તો સામાન્ય લોકોના મગજ પર છવિની કોઈ અસર નથી થતી. નરેન્દ્ર મોદી લોકપ્રિય હોઈ શકે છે કે તેમના લોકોને એવુ લાગતુ હશે કે તેઓ ખૂબ લોકપ્રિય છે.  પણ સામાન્ય લોકો સવાલ પૂછે છે કે તમે જે વચન આપ્યા હતા તેનુ શુ થયુ. તમારા મુખ્યમંત્રીએ શુ કામ કર્યુ.  
 
ભાજપ સામે એક પડકાર વધુ છે 2014ની તુલનામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી ઘટી રહ્યો છે. મોદી સરકારને લઈને ગ્રામીણ વિસ્તારમાં ગુસ્સો ઝડપથી વધી રહ્યો છે. કારણ કે ખેડૂતોને જે પણ વચન અપયા હતા તેનો અમલ નથી કરવામાં આવી રહ્યો.  
ક્યારેક ક્યારેક ચકાચૌંધમાં ઈમેજ મેનેજરોથી ઘેરાયેલા લોકો ભૂલી જાય છે કે હકીકત શુ છે. તમે લોકોને જે સપના બતાવો છો અને હકીકતમાં ફરક હશે તો તેનુ નુકશાન તમને ભોગવવુ જ પડે છે. વચન કેટલા પણ મોટા હોય ભય એટલો જ વધુ હોય છે.  તેથી ભારતીય જનતા પાર્ટીએ સાચવીને ચાલવાની જરૂર છે. 
 
હવે શાઈનિંગ ઈંડિયા તો નથી પણ 2019માં નરેન્દ્ર મોદીનુ ન્યૂ ઈંડિયા હશે જેમા જનતા મોદીને એ જરૂર પૂછશે કે તમારા ન્યૂ ઈંડિયાથી અમારા જીવનમાં શુ ફેરફાર આવ્યો ?
 
છતા નરેન્દ્ર મોદી આજે પણ 2019ના માટે ફ્રંટ રનર જ છે. જો વસ્તીનુ ગણિત ગઠબંધન સાથે છે તો નરેન્દ્ર મોદીને પોતાનો જાદૂ તો કાયમ છે. તેઓ ઈન્દિરા ગાંધીની જેમ આ પ્રકારનો નારો આપી શકે છે  - તેઓ કહે છેકે મોદી હટાવો હુ કહુ છુ કે દેશ બચાવો. આ ઉપરાંત 2004 કોંગ્રેસ આટલી કમજોર નહોતી જેટલી આજે દેખાય રહી છે.