આગામી વર્ષે ભારતના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. સત્તાધારી પાર્ટીઓ પોતાની સત્તા જાળવવા અને જનતાને રીઝવવામ લાગી ગઈ છે અને વિપક્ષ દ્વારા નવા નવા દાવપેચ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે એક સર્વેમાં ઊતરપ્રદેશ સહિતનાં રાજ્યોમાં સત્તાના સમીકરણોની આગાહી કરવામાં આવી છે
તાજેતરમાં જનતાનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સી વોટરના જણાવ્યા અનુસાર આ સર્વેમાં 98 હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો. તો આવો વિગતવાર સમજીએ કે, સર્વેમાં જણાવ્યા અનુસાર ક્યા રાજ્યની કેવી સ્થિતી છે, કોની સરકાર બની રહી છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની જ સરકાર
ગત વખતે યુપીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. ભાજપે રેકોર્ડ 312 સીટો પર કબ્જો જમાવ્યો હતો. આ વખતે આ સર્વેમાં ઈશારો થઈ રહ્યો છે કે, અહીં ભાજપની ફરી વાર સરકાર બનવા જઈ રહી છે. સર્વેમાં જણાવ્યા અનુસાર ભાજપના ખાતામાં આ વખતે પણ 241થી 249 સીટો મળી શકે છે. બીજા નંબરે સમાજવાદી પાર્ટી જોવા મળે છે. તેને 130થી 138 સીટો મળતી દેખાઈ છે. જ્યારે બીએસપી 15-19 સીટો લાવી શકે છે. તો વળી કોંગ્રેસ 3-7 સીટોની વચ્ચે રહી શકે છે.
પંજાબ - કોઈ પાર્ટીને બહુમત નહી
સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબમાં આ વખતે કોઇ પાર્ટીને બહુમત નહીં મળે, આ ઉપરાંત પંજાબમાં AAP સૌથી મોટી પાર્ટી બની શકે છે
AAPને પંજાબમાં 49થી 55 સીટ મળી શકે છે જ્યારે
કોંગ્રેસને પંજાબમાં 39થી 47 સીટ મળી શકે છેઃ સર્વે
અકાલી દળને 17થી 25 અને ભાજપને 1 સીટ મળી શકે છે એવું પણ સર્વેમાં કહેવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડ - ભાજપ ફરી સત્તામાં વાપસી
ઉત્તરાખંડમાં ભાજપ ફરી સત્તામાં વાપસી કરી શકે છે જેમાં ભાજપને 42થી 46 સીટ મળી શકે છે અને કોંગ્રેસને 21થી 25 સીટ મળી શકે છે તો આ ઉપરાંત AAPને ઉત્તરાખંડમાં 4 સીટ મળી શકે છે.
મણિપુર - મણિપુરમાં ત્રિશંકુ વિધાનસભા
મણિપુરમાં ભાજપને 36 ટકા મત મળી શકે છે અને કોંગ્રેસને 34 ટકા, NPFને 9 ટકા, અન્યને 21 ટકા મત મળી શકે છે એવું પણ સર્વેમાં કહેવામાં આવ્યું હતું.
તો સામે મણિપુરમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની શક્યતા છે. મણિપુરમાં ભાજપને કુલ પૈકી 21થી 25 સીટ મળી શકે છે અને
કોંગ્રેસને મણિપુરમાં 18થી 22 સીટ મળી શકે છે. NPFને મણિપુરમાં 4થી 8 સીટ મળવાની શક્યતા છે.
ગોવા - ભાજપ ફરી એકવાર સત્તામા
સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ગોવામાં ભાજપને 39 ટકા મત મળી શકે અને
કોંગ્રેસને 18 ટકા, AAPને 23 ટકા, અન્યને 21 ટકા મત મળશે.