શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (13:01 IST)

મંદિરની સંપત્તિ પર માલિકીનો હક ભગવાનનો, પૂજારીઓનો નથી, મંદિરમાં પૂજારી ફક્ત ‘નોકર’ છે

મંદિરની સંપત્તિ (Mandir Property)ને લઈને હંમેશા વિવાદ કાયમ રહે છે. મંદિર પુજારી અને સંચાલના લોકો મંદિર સંપત્તિન પર પોત પોતાનો દાવો કરતા રહે છે. જ્યારબાદ સ્થિતિ હંમેશા અસમંજસની કાયમ રહે છે. પણ હવએ એવુ નહી થાય. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે મંદિર સંપત્તિ પર ફક્ત મંદિરના દેવતાનો જ માલિકીનો હક રહેશે. પુજારી અને સંચાલન સમિતિના લોકો ફક્ત સેવક જ રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટ (Supreme court) એ પણ આદેશ આપ્યો છે કે ભૂ રાજસ્વ રેકોર્ડ  (land revenue record) પરથી પુજારીઓના નામ હટાવવામાં આવે. 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાના હવાલાથી કહ્યુ કે મધ્યપ્રદેશના એક મંદિરના કેસમાં આ ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે દેવતા જ મંદિર સાથે જોડાયેલી જમીનના માલિક છે.
 
પૂજારીઓ મંદિરના સેવક 
 
સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં એ પણ સ્પષ્ટ કર્યુ છે કે પુજારીઓ ફક્ત આ સંપત્તિઓની દેખરેખ માટે છે.  હકીકતમાં, ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે પૂજારી મંદિર પર પોતાની માલિકી બતાવે  છે. જેને જોતા આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠે અયોધ્યા સહિત આ મામલે અગાઉના ઘણા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો છે.
 
રેકોર્ડમાં પણ પૂજારી સેવક સમાન 
 
સુપ્રીમ કોર્ટની પીઠે એમ પણ કહ્યું હતું કે તમામ રેકોર્ડમાં પુજારીનું સ્થાન એક નોકરનું રહેશે, માલિક તરીકેનુ નહીં.  દેવતાની માન્યતા  કાયદાકીય વ્યક્તિના રઊપમા વિધિ સમ્મત છે. તેથી પૂજારીઓના નામ જમીન મહેસૂલી રેકોર્ડમાંથી હટાવવા જોઈએ. જમીન માલિકના રૂપમા યોગ્ય કોલમમાં દેવતાનું નામ જ રહેશે.