શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (13:38 IST)

વ્યક્તિએ પાગલપનની કરી તમામ હદો પાર

બે કરતા વધુ લોકો બાઇક પર સવારી કરી શકે નહીં અને નવા નિયમ મુજબ પાછળ બેસેલા વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવુ ફરજીયાત છે. કેટલીકવાર લોકો આ માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દે છે. આવો જ એક કિસ્સો તાજેતરના દિવસોમાં સામે આવ્યો છે. 
 
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ભીડવાળા રસ્તા પર ઘણા બાળકોને સ્કૂટી પર સ્કૂલે લઈ જઈ રહ્યો છે. આ સાથે તેણે બેગ પણ આગળ રાખી છે. સાથે જ તેણે સ્કૂટીની પાછળ પાંચ બાળકોને પણ બેસાડ્યા છે. આમાં એક બાળક ઊભું છે, તો એક છોકરી અડધી લટકેલી છે. વિચારવા જેવી વાત એ છે કે જો સંતુલન સહેજ પણ બગડી જાય તો તેનું પરિણામ બધા માટે ખતરનાક બની શકે છે.