રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 2 એપ્રિલ 2023 (08:41 IST)

બિહારમાં સતત ત્રીજા દિવસે હિંસા, સાસારામ બોમ્બ બ્લાસ્ટમાં 5 ઘાયલ, ગોળીઓના અવાજથી ફફડાટ

બિહાર સાસારામ અને નાલંદામાં રામનવમીના દિવસે શરૂ થયેલી હિંસા રોકાવવાનું નામ નથી લઈ રહી.   હિંસક ઘટનાઓના તાજેતરના કિસ્સામાં, સાસારામમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. બીજી બાજુ નાલંદામાં બિહારશરીફનાં પહાડપુરા વિસ્તારમાં પણ શનિવારે બે ગુટ સામસામે આવી ગયા અને બને ગુટ વચ્ચે ખૂબ ફાયરીંગ થયુ.  જાણકારી  મુજબ લગભગ 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે જેના કારણે હજુ પણ વિસ્તારમાં ભયનો માહોલ છે. બિહારશરીફમાં, જિલ્લાધિકારી શશાંક શુભંકરે કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે, જ્યારે કે 144 પહેલાથી જ અમલમાં છે. સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને રેપિડ એક્શન ફોર્સ પણ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી છે.  
 
સાસારામ બોમ્બ બ્લાસ્ટમાં 5 ઘાયલ
બિહારનાં સાસારામ શહેરમાં શનિવારે ફરી હિંસા ભડક્યા બાદ થયેલ બોમ્બ વિસ્ફોટમાં પાચ લોકો ઘાયલ થઈ ગયા. અધિકારીઓએ કહ્યું કે ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને ફોરેસિંક ટીમને ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે. સાસારામના ડીએમ ધર્મેન્દ્ર કુમારે કહ્યું કે, સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ઘાયલોને બીએચયુ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. અમે અત્યારે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. "વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી," 
 
 બિહારના રોહતાસમાં ગૃહમંત્રી અમિત શાહની સાસારામની મુલાકાત જિલ્લામાં રમખાણો પછી ઘારા 144 લાગુ થવાને કારણે રદ કરવામાં આવી છે. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં રામ નવમીની ઉજવણી બાદ જૂથો વચ્ચે થયેલી અથડામણના પગલે અત્યાર સુધીમાં કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાસારામ અથડામણના સંબંધમાં 18નો સમાવેશ થાય છે. અધિકારીઓએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને અહીં ઘારા 144 લાગુ કરવામાં આવી છે.