રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (12:49 IST)

કોણ છે નિર્મલા સીતારમણ, જેણે મોદીએ સોંપી દેશની રક્ષા

નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ વિસ્તારની સૌથી મોટી ખબર રહેલ દેશના નવા રક્ષામંત્રીનુ એલાન થવુ.. નિર્મલા સીતારમણને આ જવાબદારી સોંપવામાં આવી છે.  તેઓ દેશની પ્રથમ પૂર્ણકાલિક મહિલા રક્ષામંત્રી છે. જો કે ઈન્દિરા ગાંધી પણ રક્ષા મંત્રીની જવાબદારી સાચવી ચુકી છે પણ તેમની પાસે પ્રધાનમંત્રી પદ પણ હતુ.  આ ઉપરાંત જ પહેલીવાર સુરક્ષા સથે જોડાયેલ કેબિનેટ કેમિટીમાં બે મહિલાઓ (સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારમણ) છે. 
 
નવા વિસ્તારમાં તમિલનાડુના મદુરાઈમાં જન્મ્લે સીતારમણને પ્રમોશન આપવામાં આવ્યુ છે. તેમની પાસે વાણિજ્ય રાજ્ય મંત્રીની જવાબદારી હતી. મોદી કેબિનેટના રિવ્યુમાં આ મંત્રાલયનુ કામ સારુ હતુ. વાણિજ્ય મંત્રી રહેતા સીતારમણે અનેક દેશો સાથે વ્યાપારિક સમજૂતીને ભારતના હિતમાં લાગૂ કરવવામાં સફળતા મેળવી. જેને કારણે પીએમ મોદીની મહત્વાકાંક્ષી સ્ટાર્ટ અપ યોજનાને મદદ મળી.  જીએસટીના લાગૂ કરાવવામાં પણ તેનો મહત્વનો રોલ હતો. રક્ષા મંત્રી બન્યા પછી નિર્મલા સીતારમણને હવે ખુદને નવેસરથી સાબિત કરવાનુ રહેશે. 
 
નિર્મલા સીતારમણ દ્વારા બીજેપી તમિલનાડુની રાજનીતિમાં પોતાની સક્રિયતા વધારવા માંગે છે. તેમણે જ સૌ પહેલા જલ્લીકટ્ટૂ પર લાગેલ રોક વિરુદ્ધ અધ્યાદેશ લાવવાની વાત કરી હતી. પછી તમિલનાડુ સરકારે પણ આવુ જ કર્યુ. 
 
કોણ છે નિર્મલા સીતારમણ 
 
- તેમનો જન્મ તમિલનાડુમાં થયો અને લગ્ન આંધ્રપ્રદેશમાં 
- 1980માં તેમણે જેએનયૂથી એમએ કર્યુ અને પછી ગ્રેટ ફ્રેમવર્કની અંદર ભારત-યૂરોપ ટેક્સટાઈલ વેપાર પર પીએચડી કરી.  
- નિર્મલાએ લંડનમાં પ્રાઈસવોટર હાઉસકૂપર્સ રિસર્ચમાં કામ કર્યુ. 
- થોડા વર્ષ પછી પતિ સાથે હૈદરાબાદ પરત ફરી. અહી તેણે એક શાળા ખોલી અને પબ્લિક પૉલીસી સંસ્થા ખોલી 
- 2006માં રાષ્ટ્રીય મહિલા આયોગમાં કાર્યકાળ ખતમ થયા પછી તે બીજેપી સાથે જોડાય ગઈ 
- 2014ના લોકસભા ચૂંટણી પહેલા તેણે પ્રવક્તા બનાવી દેવામાં આવ્યા. હિન્દી ન જાણવા છતા નિર્મલાએ પોતાની બોલવાની શૈલી દ્વારા પોતાની છાપ છોડી. આ દરમિયાન તે ટીવી પર બીજેપીનો મોટો ચેહરો હતી. 
- મે 2014માં મોદી સરકાર બનતા તેણે વાણિજ્ય રાજ્ય મંત્રી બનાવવામાં આવી.