આઈપીઓની સંખ્યા ઘટી, સરેરાશ આકાર વધ્યો
નાણાકીય બજારોમાં ઘટાડા સાથે અનેક કંપનીઓ દ્વારા પ્રાથમિક મૂડી બજારથી દૂર ચાલ્યા જવાને કારણે 2008માં ભલે આઈપીઓની સંખ્યામાં એક તૃતીયાંશ કમી આવી પરંતુ તેના સરેરાશમાં વધારો થયો. સંસદમાં રજૂ આર્થિક સમીક્ષામાં આ માહિતી આપવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યુ છે કે 2006 અને 2007માં ઝડાપથી વધેલા પ્રાથમિક મૂડી બજારને 2008માં ઝટકો લાગ્યો. નવા નિર્ગમોની સંખ્યામાં 2008માં ભારે ઘટાડો થયો.