રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારું ગુજરાત
  3. રાજકોટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 જુલાઈ 2023 (09:13 IST)

ભારે વરસાદના કારણે આ જિલ્લાની તમામ શાળાઓમાં બે દિવસ રજા જાહેર કરાઇ

Due to heavy rain, two days holiday was declared in all the schools of this district
School Closed- ગુજરાત: આ જિલ્લાની શાળાઓમાં બે દિવસ રજા - જુનાગઢ જિલ્લાના ભારે વરસાદના કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બે દિવસ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે.
 
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર તબાહી મચી રહી છે. આ બધાની વચ્ચે આજે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ જતાં શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.