ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

જાણો ગુજરાતના લોકાયુક્ત આર. એ. મહેતા વિશે

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલ નિમણૂંકને યોગ્ય ગણાવી છે અને જસ્ટિસ આર.એ. મહેતાને ગુજરાતના લોકાયુક્ત પદે નિમણૂંક આપી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોકાયુક્તની નિમણૂકંને બંધારણીય ગણવામાં આવી અહ્તી. જેના વિરુદ્ધ ગુજરાત સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી. જ્યા બુધવારે સુપ્રીમ કોર્ટે લોકાયુક્તની નિમણૂંકને યોગ્ય ઠેરવી છે. ત્યારે ગુજરાતનાં લોકાયુક્તપદે નિમણૂંક પામનાર જસ્ટીશ આર.એ. મહેતા કોણ છે તે પ્રશ્ન સૌના મનમાં ઉત્પન્ન થયો છે.

આર. એ મહેતા ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ છે. તેઓ સિવિલ સોસાયટી સાથે પણ સંકળાયેલા છે. તાજેતરમાં અન્ના હજારે જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે આર.એ મહેતાના ઘરે રોકાયા હતા. જો કે તે વખતે આર.એ. મહેતા લોકાયુક્ત પદે નિમણૂંક પામ્યા નહોતા. તેમનો જન્મ 4 મે 1936ના રોજ થયો હતો અને તેમને વર્ષ 1962માં વકીલની પદવી મેળવી હતી.

આ સાથે જ એક વર્ષ સુધી રાજકોટમાં વકીલાતની પ્રેકટીસ કરી હતી. ત્યારબાદ આર. એ મહેતાએ વર્ષ 1936થી ગુજરાત હાઈકોર્ટમાં બંધારણી, ફોજદારી કંપની લો, એક્સાઈઝ અને મજુર કાયદાના વિવિધ કેસમાં વકીલ તરીકેની ફરજ બજાવી હતી. વર્ષ 1982માં મહેતાએ કેન્દ્રના ઓડીશનલ સ્ટેંડીંગ કાઉન્સિલ તરીકે ફરજ બજાવી અહ્તી. રાજ્ય સરકાર દ્વારા મચ્છુ ડેમ દુર્ઘટના તપાસ પંચમાં વકીલ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. વર્ષ 1983માં ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે તેમની વરણી થઈ હતી અને જુન 1984થી તેઓ હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા. ત્યાંથી તેમણે 1998માં નિવૃત્ત થયા ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે ફરજ બજાવી હતી અને હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા.

આર. એ. મહેતાની પ્રોફાઈલ

BBC

નામ : જસ્ટીસ આર.એ. મહેતા

વ્યવસાય : નિવૃત્ત જસ્ટિશ ગુજરાત હાઈકોર્ટ

જન્મ : 4થી મે 1936

1962 : વકીલ તરીકેની સનદ મેળવી

1962 : રાજકોટમાં વકીલાતની પ્રેકટીસ શરૂ કરી

1963 : ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે નિમણૂંક

1982 : કેન્દ્રના એડીશનલ સ્ટેંડીંગ કાઉન્સિલ તરીકે ફરજ બજાવી

1983 : ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂંક

1984 : ગુજરાત હાઈકોર્ટમાં કાયમી જજ બન્યા

1998 : નિવૃત્ત થયા