રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (18:04 IST)

ખાવાના શોખીનો થઇ જાય તૈયાર, શરૂ થઇ ગયો છે 'ફીસ્ટ ઓફ આસામ' ફેસ્ટીવલ

અમદાવાદ :નોવોટેલ, અમદાવાદ આસામના શેફ અંતરાના સહયોગથી તા. 15 થી 24 નવેમ્બર દરમ્યાન 'ફીસ્ટ ઓફ આસામ'નું આયોજન કરી રહી છે. આ ફેસ્ટીવલનું  આયોજન તમારી સમક્ષ આસામની સ્વાદિષ્ઠ વાનગીઓ રજૂ કરવા યોજાઈ રહ્યું છે. આ પ્રસંગે આસામની અધિકૃત વાનગીઓ રજૂ થશે તથા શેફે ખાસ તૈયાર કરેલી આ પ્રદેશની ઉત્તમ વાનગીઓ પણ રજૂ થશે.
 
આ ફેસ્ટીવલ એ પ્રકારે ડિઝાઈન કરાયો છે કે જેથી તે સ્વાદના ચાહકોને માટે શેફે તૈયાર કરેલી આસામની ઉત્તમ વાનગીઓનો સ્વાદ માણવા મળે.
'ફીસ્ટ ઓફ આસામ'ના મેનુમાં શિયાળાના શાકભાજી સાથેની દાળ, કાલી દાલ ખાર, શિયાળાની વનસ્પતિની ખાટી કઢી, રાઈની પેસ્ટ સાથેની ભીંડી, ક્રીસ્પી ફ્રાઈડ બેબી પોટેટોઝ તથા બ્લેક રાઈસ પુડિંગ જેવી બ્રહ્મપુત્રાની સુન્દર જમીનના તત્વ ધરાવતી  અન્ય વાનગીઓનો સમાવેશ થશે.
 
નોવોટેલ, અમદાવાદના જનરલ મેનેજર રિદુલ ડેકા જણાવે છે કે " વિવિધ વાનગીઓથી ભરપૂર આ મેનુ ખૂબ જ ચોકસાઈથી તૈયાર કરવામાં આવશે અને મહેમાનોને એમાં આસામીઝ વાનગીઓનો ઉત્તમ સ્વાદ માણવા મળશે. અમે 10 દિવસ સુધી મહેમાનો સમક્ષ આનંદ, ઉજવણી અને આહાર રજૂ કરવા સજ્જ છીએ. "