સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (08:29 IST)

રાજકોટમાં સ્લેબ તૂટતા 20 લોકો ઈજાગ્રસ્ત, ડમ્પર પસાર થયું ને પુલના બે કટકા

રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં ગતરોજ મોટી દુર્ઘટના બની છે.  ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા.  સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો નીચે પટકાયા તો અમુક ઘાયલ થયા . . સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલમાં દાખલ એક મહિલાની હાલત ગંભીર છે.
 
ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી. 
 
સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટના માધાપર બ્રિજનું લોકાર્પણ થવાનું હતું.