બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (15:22 IST)

મહેસાણાના 4 યુવકો ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા,IELTSમાં 8 બેન્ડ છતા અંગ્રેજી નહીં આવડતાં ભાંડો ફૂટ્યો

abroad
વિદેશ મોહમાં અનેક લોકો વારંવાર ગેરરિતી આચરતા હોવાનું સામે આવે છે. અગાઉ અમેરિકામાં જવાની લાલચમાં અમેરિકા અને કેનેડા બોર્ડર પર અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવેલા છે. આમ છતા લોકોની વિદેશ જવાની ઘેલછા ઓછી થતી નથી. અમેરિકામાં ઘુસવા ભારતના અનેક લોકો વારંવાર ગેરકાયદે પ્રયાસો કરતા હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એક વાર મહેસાણા જિલ્લાના 4 યુવકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે.

નદીમાં બોટ મારફતે કેનેડાથી અમેરિકા જતા ચાર યુવકો પકડાઈ ગયા છે. આ બાબતની અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કરી હતી. જે બાદ મહેસાણા પોલીસ તપાસમાં જોતરાઈ છે. આ મામલે હવે IELTS પરીક્ષા કૌભાંડના તાર નવસારી સાથે જોડાયા છે.નવસારીની હોટલ ફન સીટીમાં ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટલ ફન સીટી સાથે વાર્ષિક ટાયઅપ કરવામાં આવ્યું છે અને અહીં મહિનામાં એક અથવા બે વાર પરીક્ષા લેવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે.ગત 24 સપ્ટેમ્બર 2021 માં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આ ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ એ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ લાંબો સમય હોવાથી મળ્યા નથી. જેથી પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસને વેગ આપ્યો છે. જેમાં આજે IELTSના કર્મચારીઓને મહેસાણા બોલાવ્યાં હોવાનું પણ જાણવા મળ્યુ છે.મહેસાણા, વીસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થી વિદેશ જવા માટેની IELTSના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા હતા, જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઈ, યુએસએ પોલીસે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થી અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા.c