શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 7 નવેમ્બર 2021 (10:11 IST)

ગાંધીનગર: દવાની ફેક્ટરીમાં દૂષિત પાણીની ટેન્ક સાફ કરી 5 મજૂરોના મોત

ગાંધીનગરના કલોલ નજીક ખાતરેજમાં શનિવારે 5 મજૂરોના મોત નિપજ્યા છે. તમામ મજૂરો એક દવાની ફેક્ટરીમાં ગંદા પાણીની ટેન્ક સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝેરી ગેસની ચપેટમાં આવી જતાં તમામના મોત નિપજ્યા હતા. 
 
GIDC ના પ્લોટ નંબર 10, બ્લોકનંબર 59, ખાતરેજ કલોલમાં ટુટનસ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની દવા કંપની આવેલી છે. ફેક્ટરીમાંથી નિકળી રહેલા દૂષિત પાણીને રિસાઇકલ કરવા માટે અહીં ઇપીટી પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. શનિવારે વિનય કુમાર નામનો મજૂર ટેન્ક સાફ કરવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન તેની બૂમ સંભળાઇ તો સુનીલ ગુપ્તા તેને બચાવવા માટે ટેન્કમાં ઉતર્યો. ત્યારબાદ દેવેન્દ્ર રાજનકુમાર અને અનીશ ટેન્કમાં ઉતર્યા. થોડીવાર બાદ તમામન મોત નિપજ્યા હતા. 
 
મજૂરોની બૂમો સાંભળીને ગાર્ડ પોલીસ અને ફાયર બ્રિગેડને સૂચના આપી, પરંતુ જ્યાં સુધી રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલાં ખૂબ મોડું થઇ ગયું હતું.  એક પછી એક પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કંપનીના માલિક સહિતનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
 
ફાયર બ્રિગેડના સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે ફેક્ટરીમાં સેફ્ટીના ઉપકરણ હત, પરંતુ મજૂરોને તેનો ઉપયોગ આવડ્યો નહી. અનુમાન છે રસાયણથી ભરેલા ઠંડા પાણીમાં ઝેરી ગેસ ઉત્પન્ન થતાં આ તમામ કારણોથી જીવ ગયો હતો. પોસ્ટમોર્ટમ બાદ જ સાચી સ્થિતિ ખબર પડી શકશે.  
 
મૃતક મજૂરોના નામ
વિનય કુમાર
સુનીલ ગુપ્તા
દેવેન્દ્ર કુમાર
અનીશ કુમાર
રાજન કુમાર