શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (17:44 IST)

સિંહણે પાંચ વર્ષની બાળક પર કર્યો હુમલો, બાળકનું મોત

ગુજરાતના અમરેલી જિલ્લામાં ગીર વન વિભાગના વિસ્તારમાં એક સિંહણે પાંચ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે મધરાત્રે આ ઘટના ગીર ફોરેસ્ટના રાજુલા રેન્જનીએ નજીક ભાચાદર ગામમાં સર્જાઇ હતી. જેમાં સિંહણ પોતાના બચ્ચા સાથે બાળકને ખેંચી ગઇ હતી. 
 
વન વિભાગે અધિકારીએ જણાવ્યું હતું હતું કે સિંહણે પાંચ વર્ષના બાળકને ત્યાંતી ઉઠાવ્યું હતું અને ઘરથી દૂર સીમમાં લઈ ગઈ હતી. સિંહણ અને તેના બચ્ચાએ અડધી રાત્રે બાળકનો શિકાર કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ આવતા જ તેના માતાપિતા જાગી ગયા હતા, અને અવાજની દિશામાં દોડ્યા હતા. પરંતુ તેઓના હાથમાં બાળકનો મૃતદેહ આવ્યો હતો. 
 
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો બીજી તરફ પોતાના બાળકને ગુમાવ્યા બાદ પરિવારે ભારે શોક વ્યક્ત કર્યો હતો. સોમવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. 
 
સિંહણ બાળકનું અડધુ શરીર ખાઇ ગઇ હતી. બાળકની લાશના ટુકડા આસપાસ વિખરાયેલા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બાળકીના પિતા ખેતમજૂર છે અને ઘટનાવાળી જગ્યાએ કામ કરે છે. વનકર્મીઓએ સિંહણને પકડવા માટે ઘટનાસ્થળની પાસે પાંજરૂ લગાવી દીધું છે. આ સાથે જો સિંહણ માનવભક્ષી બની હોય તો તેને પકડી લેવામાં આવશે.