'સલામત ગુજરાત'ના ઉડ્યા લીરેલીરા, 4 વર્ષની સાથે બળાત્કાર ગુજારી કરી ઘાતકી હત્યા
ગુજરાત મોડલના દેશભરમાં વખાણ થાય છે તો ગુજરાત સરકાર સલામત ગુજરાતનું બ્યૂગલ ફૂંકી રહી છે. તો બીજી તરફ જમીની હકિકત કંઇક અલગ હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતના દાનહમાં એક ચાર વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારી ગુજારીને તેની હત્યા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ 13વર્ષ ની તરૂણી પર 12વર્ષ ના બે કિશોરોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. આ બંને ઘટનાને જોતાં ગુજરાતીઓના માથું શરમથી ઝૂકી જાય છે.
પ્રાપ્ત માહિતી દાનહના સેલવાસમાં ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર આચરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નરાધમ પડોશી સંતોષ રજતે મેદાનમાં બાળકો ભેગી રમતી બાળકીને ઉપાડી જ બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ પકડાઈ જવાના ડરથી તેણે માસૂમ બાળકીના હત્યા કરી તેની લાશના ટુકડા કરી થેલામાં ભરીને ટોયલેટમાંથી નીચે ફેંકી દીધા હતા. આ ઘટનામાં પોલીસે નરોલીમાં 40 ફ્લેટમાં તપાસ કર્યા બાદ એક ફ્લેટ ની ટોઈલેટની બારીનો કાચ તૂટેલો હોવાથી આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ હતી.
તપાસ દરમિયાન પોલીસને પહેલા માળે આવેલ એક ફ્લેટના ટોયલેટની બારીનો કાંચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તે ફ્લેટની અંદર સૂતેલી હાલતમાં એક ઇસમ મળી આવ્યો હતો અને રૂમની અંદર જોતા લોહી જોવા મળ્યું હતું. જેથી આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઇસમ અગાઉ પણ છેડતી મામલે લોકો ના હાથે માર ખાઈ ચુક્યો છે.
સેલવાસમાં 3 વર્ષની બાળકીની હત્યા બાદ તેના પિતાનું મોત નિપજ્યું છે. દીકરીના ઘટનાના આઘાતને લઈ પિતાએ ફિનાઇલ પીને મોતનો રસ્તો અપનાવ્યો છે. સારવાર બાદ પિતાનું મોત નિપજ્યું છે. ત્યારે પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. એક તરફ બાળકીની હત્યા, ને બીજી તરફ પિતાનું મોત. ખૂબ જ દુઃખદ ઘટનાથી નરોલી વિસ્તાર સમસમી ઉઠ્યું છે.