મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 જૂન 2023 (16:48 IST)

વડોદરાનું આ 950 વર્ષથી અડીખમ ઉભેલું હેરિટેજ વૃક્ષ જોયું છે? જાણો શું છે આ વૃક્ષની ખાસીયત

A heritage tree that has stood firm for 950 years
આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર જે વૃક્ષ વિશે તમને જાણકારી મળવાની છે, એ વૃક્ષનું આયુષ્ય 950 વર્ષ કરતા પણ વધારે હોવાનો દાવો છે.કોઈને ચામડીના રોગ હોય, પ્રેગનેન્સીમાં મુશ્કેલી આવતી હોય, અશક્તિ, ઝાડા કે પછી તાવ આવ્યો હોય, આ વૃક્ષની છાલ, પાંદડા, ફૂલ અને ફળ અનેક રીતે ઉપયોગી છે.

આ વૃક્ષ વરસાદના સંકેત આપે છે, થડ તો જાણેકે કોઠાર, જ્યાં સેંકડો લીટર પાણી જમા થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વૃક્ષની કિંમત આંકવામાં આવી તો આંકડો 7 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે.વડોદરા શહેરથી 15 કિલોમીટર દૂર ગણપતપુરા ગામમાં આ ભવ્ય વારસો કહી શકાય એવું વૃક્ષ આવેલું છે. જેનું નામ બાઓબાબ વૃક્ષ છે. સામાન્ય રીતે આ વૃક્ષ 2 હજાર વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષ ડેડ રેટ ટ્રી અને મંડી બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. વન વિભાગ દ્વારા આ વૃક્ષને વર્ષ 2014-15માં હેરિટેજ ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
A heritage tree that has stood firm for 950 years
A heritage tree that has stood firm for 950 years

થોડા નજીકના જ ભૂતકાળની વાત છે. 2022ના વર્ષનો જાન્યુઆરી મહિનો હતો. સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે એક સમિતિને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનું કહ્યું હતું. આ કિંમત વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત અને અન્ય લાભ પર આધારિત હોઈ શકે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય 74 હજાર 500 રૂપિયા હોઈ શકે છે. એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને તેનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. આ સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે, 100 વર્ષ જૂના એક હેરિટેજ વૃક્ષની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ પણ હોઈ શકે છે.દેશમાં સૌપ્રથમ વખત એક વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન સુપ્રીમ કોર્ટની નિષ્ણાત કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જે મુજબ વડોદરા પાસેના ગણપતપુરા ગામમાં આવેલા મહાકાય વૃક્ષની કિંમત સાત કરોડ રૂપિયા કરતા પણ વધુ થાય છે.
A heritage tree that has stood firm for 950 years
A heritage tree that has stood firm for 950 years

બીજા બધા વૃક્ષોને વસંત ઋતુ અને વરસાદના દિવસોમાં નવા પાન આવે છે, ત્યારે આ વૃક્ષ મોટાભાગે પાંદડા વગરનું જ હોય છે. પરંતુ જો આ વૃક્ષને પાંદડા આવવા લાગે એટલે 15થી 20 દિવસમાં વરસાદ આવવાની શરૂઆત થઈ જશે એ સંકેત છે. વરસાદના 3થી 4 મહિનામાં જ આ વૃક્ષનું જાણે કે આખું વર્ષ પૂર્ણ થઇ જાય છે. એટલે કે, આ ચાર મહિનામાં જ વૃક્ષને પાન આવે, ફૂલ આવે, ફળ લાગે. જ્યારે વરસાદની સિઝન પૂર્ણ થાય એટલે એના પાંદડા માત્ર 15થી 20 દિવસમાં જ ખરવા લાગે છે. બાકીના 8થી 9 મહિનામાં આ વૃક્ષ પર માત્ર ડાળખી જ દેખાય છે. આ વૃક્ષનો આકાર પણ એવો કે જાણેકે કોઈ ઝાડને મૂળિયામાંથી ઉખેડીને ઉંધુ મુક્યું દીધું હોય. એટલે જ કેટલાક લોકો તેને ઉંધુ ઝાડ પણ કહેતા હોય છે.