બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (12:16 IST)

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્ર બિંદુ ગોંડલથી 13 કિમી દૂર

earthquake
રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે 10.40 વાગ્યે ધ્રુજી ઉઠી હતી. કારણ કે, ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય તેવું લાગ્યું નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હળવા ભૂકંપથી ક્યાંય કોઇ નુકસાનીના કોઇ વાવડ મળ્યા નથી.ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ધરા ધ્રુજતા જ ગોંડલમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો વીરપુર સહિતના વિસ્તારોમાં પણ લોકો ધરા ધ્રુજતા ઘરની બહાર નીકળી ગયા હતા. સવારે 10 વાગ્યા બાદ લોકો કામ-ધંધે લાગ્યા હતા ત્યારે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતોને આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે એને જોન ફોલ્ટલાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાને કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને એ હલચલ પછી ભૂકંપ આવે છે.