શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (21:23 IST)

બનાવટી ફેવિપિરાવિર ડ્રગ્સ ધરાવતી આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની 5850 ટેબલેટનો જથ્થો ઝડપાયો

કોરોના કાળમાં ઈન્જેક્શન અને ઓક્સિજનની કાળાબજારી સામે આવી છે. તે ઉપરાંત મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનોની પણ કાળા બજારી કરતાં લોકો ઝડપાયાં છે. ત્યારે કોરોનાની સારવારમાં વપરાતી ફેવિપિરાવિર નામના ડ્રગ્સની  નકલી બનાવટની દવાઓનો જથ્થો ઝડપાયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્ય વ્યાપી દરોડા પાડીને આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની 5850 ટેબલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા એ જણાવ્યુ છે કે, અમદાવાદની પેઢીએ તેઓની ગુગલ વેબસાઈટ પર FAVIMAX 400 તથા FAVIMAX 200  Tablets ના વેચાણ ની જાહેરાત આ તંત્રના કાબેલ અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયેલ અને દરોડાની કામગીરી સાંજથી લઈ બીજા દિવસ સવાર સુધી કરવામાં આવી હતી.પકડાયેલ દવાઓમાંથી ઔષધ નિરીક્ષક દ્વારા ચકાસણી અર્થે કાયદેસરના નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે 
તથા બાકીનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવેલ છે.

દવાને મે.મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશની બનાવટી કંપની દ્વારા ગ્વાલિયર (ઉત્તરપદેશ) સ્થિત દવાની પેઢીમાંથી સુદીપ મુખર્ર્જી નામના ઈસમ મારફતે FAVIMAX 400 તથા FAVIMAX 200  Tablets નું ગુજરાત ખાતે મે. મેડીટેબ વર્લ્ડવાઇડ, કાંદીવલી-ઇસ્ટ, મુંબઈ દ્વારા કુલ સાત પેઢીઓને વેચાણ કરવામાં આવતું હતું. ગુજરાત ખાતે સીધુ મે. આર્મેડ ફોર્મ્યુલેશન, સેટેલાઇટ, અમદાવાદ ખાતે સીધુ વેચાણ કરતા હોવાનું અને મે. આર્મેડ ફોર્મ્યુલેશનએ પણ વેબસાઇટ ઉપર જાહેરાત કરતી અન્ય અમદાવાદની કંપની મે. આર.બી.રેમેડીઝ પ્રા. લી., મટોડા, અમદાવાદ અને મે. એનીસમ લાઇફસાયન્સ, મટોડા, અમદાવાદની પેઢીને નકલી દવા વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યુ છે.

મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશ ખાતે દવાના ઉત્પાદનના કોઈ પણ પ્રકારના પરવાના  ધરાવતી નથી આવા નામની કોઇ કંપની જ હયાત નથી તેમ છતાં આ નકલી કંપની દ્વારા DCG(I) New Delhi ના નામના બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડ્બલ્યુ એચ.ઓ. જી.એમ.પી સર્ટીફીકેટ  (WHO-GMP Certificate ) અને મે. કોવેલેન્‍ટ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટીંગ કરતા હોવાનું પણ તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે. તેમણે ઉમેર્યુ કે,આ કામમાં સંડોવાયેલ તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજ્બ કડક કાર્યવાહી આ તંત્રના ઔષધ નિરીક્ષકો દ્વારા ચાલુ કરી છે અને પકડાયેલ વ્યકિતઓ સામે કાયદેસરની કડકમા કડક કાર્યવાહી આદેશો જારી કરાયા છે. આ દરોડા મા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરના ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે. 
 
આ સાત પેઢીઓને વેચાણ કરાયું
ઓનકોવ ઓરેંજ ફાર્મા, રાજકોટ
જલીયાણ ફાર્મા. રાજકોટ
ક્રિષ્નમ ફાર્મા, એલીસબ્રિજ, અમદાવાદ
કિવોન્યક્ષ હેલ્થકેર, ચાંગોદર, અમદાવાદ
જ્યોત આર્મા, ભાવનગર
રન મેડવે ફાર્મા, સુરત
સંસ્કૃતિ ફાર્મા, સુરત