સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (12:47 IST)

ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં એક જંગલી બિલાડી પડી હતી, જીવદયાપ્રેમી યુવાનોએ રેસ્ક્યૂ કરી બહાર કાઢી

ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં એક જંગલી બિલાડી પડી હતી.ખેડૂતો દ્વારા તેને બહાર કાઢવાના પ્રયાસો છતાં નિષ્ફળતા મળી અને આ બિલાડીને ખેડૂતો ખોરાક નાખતા હતા. ત્યારે આ બિલાડીને જીવના જોખમી 80 ફૂટ કૂવામાં ઉતરીને 4.15 કલાકની મહેનત બાદ જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સલામત બહાર કાઢી બાદમાં જંગલમા છોડી મૂકવા આવી હતી.

ધ્રાંગધ્રા પંથકની પથરાળ જમીન હોવાની સાથે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારની જમીન પણ આવેલી છે. જંગલની જમીન નજીકમાં ખેડૂતોની જમીન રહેલી હોય ત્યાં અવારનવાર જંગલી ઘુડખર, નીલગાય અને ઘણીવાર ઝરખ પણ દેખાતા હોય છે. ખાસ કરીને કોબ્રા, કાળોતરો, ફૂરસા જેવા ઝેરી સર્પો વધુ જોવા મળતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ફાર્મવાળા મેલડીમાની બાજુની વાડીના એક 80 ફૂટના કૂવામાં છેલ્લા 3 વર્ષથી જંગલી બિલાડી પડેલી હતી.ખેડૂતો દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં બિલાડી નીકાળવામાં નિષ્ફળ ગયા હતા. ખેડૂતો બિલાડીને ખોરાક નાખતા. ત્યારે જીવદયા પ્રેમી યુવાન બ્રિજેશભાઈ રાઠોડ અને જયેશભાઇ ઝાલા ખબર પડતા સાથી યુવાનો, સાથે ત્યાં પહોંચ્યા હતા. અને જર્જરિત કૂવામાં જીવના જોખમે ઉતરીને 4.15 કલાકની ભારે જહેમત બાદ બિલાડીને સુરક્ષિત બહાર કાઢીને સફળ રેસ્ક્યુ કર્યું હતું. જંગલના જીવને જંગલમાં છોડ્યું હતું.આ અંગે બ્રિજેશભાઈ રાઠોડ અને જયેશ ભાઈ ઝાલાએ જણાવ્યું કે ઊંડા કૂવામાં ઉતરવું મુશ્કેલ હતું. અને જંગલી બીલાડી માણસ પર હુમલો કરતી હોવાથી જીવન જોખમ હતું પકડવાનું ત્યારે જીવના જોખમે મોઢા અને શરીરના ભાગે રૂમાલ બાંધી લાંબી લાકડીમા દોરડાંનો ગાળીયો કરી 4.15 કલાક મેહનત બાદ કુવામાં ઉતરી જંગલી બિલાડીને બહાર કાઢી સુરક્ષિત જગલમા છોડી મૂકવામા આવી હતી.