ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (10:00 IST)

અમદાવાદના ડૉક્ટરે પોતાના અપહરણ થયાનું તરકટ રચીને પોલીસને દોડતી કરી, કારણ પણ ચોંકાવનારૂ છે

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને એક કોલ મળ્યો હતો. જેમાં એક ડોક્ટરનું અપહરણ થયાનો મેસેજ સમગ્ર શહેર પોલીસને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. અપહરણ ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખના હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું થયું હતું.  અપહરણકર્તાઓએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી.  સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોતરાઇ ગઇ હતી. જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી. જેમાં ડોક્ટર સંકેત શાહ તેમનું અપહરણ થયું છે. તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા. જેમાં તમારા દીકરાનું અપહરણ થયું છે. અને રૂપિયા 15 લાખ તૈયાર રાખજો તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા.

આ તમામ બાબતોનો ટેકનીકલ એનાલીસીસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધુ હતું.ડોક્ટર સંકેત શાહ આજે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયા છે. કારણ માત્ર એક જ છે કે તેમણે પોતાનું અપહરણ થયા હોવાનું મેસેજ તેમના પિતાને કર્યો હતો અને ખંડણીના ભાગ સ્વરૂપે રૂપિયા ૧૫ લાખની માંગણી કરી હતી. આ તમામ તરકટ રચવા પાછળનો મુખ્ય કારણ એ હતું કે ડોક્ટર સંકેત શાહ ઓનલાઇન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતા તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારનો ગુનો આચર્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ ખુદ પોતે ડોક્ટર એ જ કબૂલી છે.  ઉપરાંત ડોક્ટર સંકેત શાહે અગાઉ પણ પોતાનો અકસ્માત થયો છે.  રૂપિયા 12 લાખ સામેવાળા માંગે છે તેમ કહીને પોતાના પિતા પાસેથી આ રૂપિયા માંગ્યા હતા.  જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી એવા ડોક્ટરની કડકાઈ પૂર્વક પૂછપરછ કરી ત્યારે એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી હતી કે વર્ષ 2015 થી 2019 દરમિયાન બેંગ્લોરમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા.  તે સમયે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્રો પાસેથી ૨૬ લાખ 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. ડોક્ટરનો વ્યવસાય આપણા સમાજમાં ઉચ્ચ દરજ્જાનાનો વ્યવસાય માનવામાં આવે છે અને આવા જ પ્રકારના લોકો જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. ત્યારે સમાજમાં એક ખોટો મેસેજ પણ પહોંચતો હોય છે. .ઓનલાઈન જુગાર રમવું તે ને લઈને સરકારે આવનારા સમયમાં કોઈ ચોક્કસ પોલીસની અથવા તો કડક નીતિ નિયમો લાગુ કરવા જોઈએ જો નજીકના સમયમાં આવા કોઈ નીતિ નિયમો લાગુ કરવામાં નહીં આવે તો આવા અનેક લોકો ઓનલાઇન ગેમ ના બહાને જુગાર રમવાની પ્રવૃત્તિમાં સંડોવાઈ જશે અને સમગ્ર પરિવારને બરબાદ કરી મુકશે હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ એટલે કે ખોખરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.