ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (15:46 IST)

અમદાવાદના વેપારીની 5.34 લાખ રુપિયા ભરેલી બેગ લઈ બે ઈસમો ફરાર, ખોટી રીતે ઝગડો કરી પૈસાની ઊઠાંતરી કરી

bag stolen
bag stolen
અકસ્માત અથવા ખોટી રીતે વાહન ટકારવી તકરાર કરીને લોકો પાસેથી પૈસાની ઉઠાંતરી કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે પાલડીમાં રહેતા વેપારી સીજી રોડથી આંગડિયુ લઈને જઇ રહ્યા હતા. તે સમયે તેમને 2 અજાણ્યા શખસોએ કેવી રીતે વાહન ચલાવો છો કહીને તકરાર કરી અને નજર ચૂકવી ગાડીમાં રહેલી 5.34 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયો. જે મામલે વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલડીમાં રહેતા જયમીન ત્રિવેદી સેક્રેટરી ફર્મ ધરાવી સીએસ તરીકે કામ કરે છે. શનિવારે સવારે તેઓ ઘરેથી ગાડી લઈને ઓફિસ જતા હતા. તે સમયે સીજીરોડ ખાતેની આંગડીયા પેઢીથી તેમનું આંગડીયુ આવી ગયુ હોવાનો ફોન આવ્યો હતો. જેથી જયમીનભાઈ સીજી રોડ પર આંગડીયુ લેઈને ઘરે જઈ રહ્યા હતા. પરીમલ ગાર્ડન સુવિધા ચાર રસ્તા પાસે એક બાઈક ચાલક કાર પાસે આવીને કેવી રીતે ગાડી ચલાવો છો કહીને જયમીનભાઈને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. બાદમાં જયમીનભાઈ કાર લઈને મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે પહોંચ્યા. ત્યારે બીજો એક બાઇક ચાલક તેમની કાર પાસે આવીને પગે વગાડ્યું તેમ કેવી રીતે કાર ચલાવો છો, તેમ કહીને જયમીનભાઈની નજર ચૂકવી ગાડીમાં મુકેલી 5.34 લાખ ભરેલી બેંગ અને લેપટોપની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયમીનભાઈ ઘરે ગયા ત્યારે તેમની બેંગ કારમાં ન હોવાની જાણ થઈ હતી. જેથી બાઈક ચાલકે વાતોમાં પોરવી બેંગની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની જાણ થતા તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.