ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (11:50 IST)

ખેડૂતો માટે એલર્ટ - ફરી એક વખત ચક્રવાતનો ભય પ્રબળ

સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશર એરિયાને કારણે ચક્રવાત ગુલાબની અસર આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી હતી. આ રાજ્યોમાં ભારે વરસાદ થયો છે.  આ સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24ટકા વધુ વરસાદ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી.  હવે ઉત્તર આંદામાન સમુદ્રમાં વધુ એક લો પ્રેશર વિસ્તાર બની રહ્યો છે. તેના કારણે ફરી એક વખત ચક્રવાતનો ભય પ્રબળ બન્યો છે.
 
 આ સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24ટકા વધુ વરસાદ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી.અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ પડતાં માંડવી અને મંડપો પલળી ગયાં હતાં. રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ(rain) ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. પરંતુ સ્થાનિક વાતાવરણના કારણે હળવા વરસાદ આવી શકે છે.