મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (12:56 IST)

Uttarakhand Accident - ઉતરાખંડથી તમામ મૃતદેહને ગુજરાત લવાયા

Uttarakhand Gangotri Highway Accident
Uttarakhand Gangotri Highway Accident
Uttarakhand Gangotri Highway Accident - ઉતરાખંડના ગંગોત્રી હાઈ-વે પર રવિવારે સાંજના સમયે બસ ખીણમાં ખાબકતા ભાવનગર જિલ્લાના ૭ વ્યકિતના મોત નિપજયા હતા, જયારે ર૮ વ્યકિતને નાની-મોટી ઈજા થઈ હતી. ૭ મૃતક વ્યકિતના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.  7 માંથી 6 મૂર્તકોના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે મોડી રાત્રે લાવ્યા બાદ તેઓનાં સ્વજનોને સોંપવામાં આવ્યા હતા અને સ્વજનો દ્વારા તેઓના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોતના વતન લાવી અંતિમ વિધિ કરાતા સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે એકની અંતિમ વિધિ હરિદ્વારમાં જ કરાઇ હતી.
 
ભાવનગર, ગઢડા અને સુરતના આશરે ૩પ શ્રધ્ધાળુઓ ગત તા. ૧પ ઓગષ્ટના રોજ યાત્રા માટે ટ્રેન માર્ગે ગયા હતા અને ત્યાંથી બસ બંધાવી હતી. આ યાત્રાનુ આયોજન ભાવનગરના શ્રી હોલીડે નામની ટ્રાવેલ્સના સંચાલકોએ કર્યુ હતું. ગઈકાલે રવિવારે સાંજના સમયે ગંગોત્રીથી ઉતરકાશી તરફ શ્રધ્ધાળુઓની બસ નં. યુકે ૦૭ પીએ ૮પ૮પ આવી રહી હતી ત્યારે અકસ્માતે બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ બનાવના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવમાં ભાવનગર જિલ્લાના ૭ વ્યકિતના મોત નિપજયા હતા, 
 
મૃતકોના નામ 
 
ગીગાભાઈ ગાજાભાઈ ભમ્મર (ઉ. ૪૦ રહે. પાદરી, તા. તળાજા), 
મોનાબેન કમલેશભાઈ ઉપાધ્યાય (ઉ.પર રહે. દેવરાજનગર, ભાવનગર), 
અનીરૂધ્ધભાઈ દેસમુખભાઈ જોષી (રહે. તરસરા),
દક્ષાબેન ગણપતરાય મહેતા (ઉ. પ૭ રહે. મહુવા), 
ગણપતભાઈ પ્રતાપરાય મહેતા (ઉ.૬૧ રહે. મહુવા), 
કરણભાઈ પ્રભુભાઈ ભાટી (ઉ.ર૯ રહે. પાલિતાણા) 
અને રાજેશભાઈ રાઘવભાઈ મેર (ઉ.૪૦ રહે. કઠવા, તા. તળાજા) 
 
આ ઘટનામાં ર૮ વ્યકિતને ઈજા થઈ હતી, જેમાં ભાવનગરના રર, ગઢડાના ૩ અને સુરતના ૩ વ્યકિતનો સમાવેશ થાય છે.  જેમાં ભાવનગરના જીલ્લાના ૭ લોકોનાં મોત થયા હતાં. આ મૃતકોમાં પાલિતાણાના કરણભાઈ ભાટીનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં મરણ જનાર ૨૯ વર્ષીય કરણભાઈ ભાટી ત્રણ સંતાનના પિતા હતાં. તેઓનું મોત થતાં બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણભાઈના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પાલિતાણાથી ૪ યુવક યાત્રાએ ગયા હતાં.