અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જીતુ વાઘાણીના હસ્તે પહેર્યો કેસરિયો ખેસ
અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગ કરવામાં અને વિધિવત તેમનું ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્યના સીએમ સીએમ રૂપાણી ગેરહાજર રહ્યાં હતા. તો પહેલા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને બંને નેતાઓ બંધ બારણે બેઠક યોજાઇ હતી.
આજે અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવા માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા છે. તે દરમિયાન ગુજરાત ભરમાંથી મોટી સખ્યાંમાં અલ્પેશ ઠાકોરના સમર્થકો ઉમટ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગાંધીનગર ભાજપ ઓફિસ કમલમ ખાતે આવી પહોંચતા તેમના સમર્થકો દ્વારા ઢોલ નગાળા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બંને નેતાઓ જ્યારે કેસરિયો ખેસ ધારણ કરવા ગાંધીનગર કમલમ ખતા આવી પહચ્યા છે. ત્યારે ભાજપના પ્રદશે અધ્યક્ષ અને સમર્થકો દ્વારા બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ બંને નેતાઓ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષની બંધ બારણે બેઠક યોજાઇ હતી. તો આ કાર્યકમમાં રાજ્યના સીએમ વિજયભાઇ રૂપાણી ગેરહાજર રહ્યાં છે.
બંધ બારણે બેઠક પૂરી થયા બાદ બંને નેતાઓ સાથે તમામ આગેવાનો કાર્યક્રમ સ્થળ પર આવી પહોંચ્યા છે. જીતુભાઇ વાઘાણી એક પછી એક અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત રીતે જોડી તેમની સ્વાગત કર્યું છે.