ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (17:38 IST)

કોંગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવી દીધાઃ ગાંધીનગરમાં અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે ગાધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે અમિત શાહે સભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હું સંસદ સભ્ય તરીકે આવ્યું છું. ગાંધીનગર પહેલું કેરોશીન મુક્ત શહેર બન્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબો હટાવ્યા છે. અમિત શાહે ધનતેરસ અને દિવાળીની શુભેચ્છા આપીને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. શાહ બે દિવસ માટે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, ત્યારે 2 દિવસમાં રૂપિયા 1378 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. કાળી ચૌદશના દિવસે 32 હજાર લોકોને વિકાસકાર્યોનો લાભ આપશે. શાહે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, હું ગાંધીનગરમાં સંસદ સભ્ય તરીકે આવ્યો છું. ગાંધીનગર પહેલું કેરોસિન મુક્ત શહેર બન્યું છે. ગુજરાતમાં ઝૂંપડીને ધુમાડામાથી મુક્ત કરવાનું PMનું સ્વપ્ન હતું, જે હવે સાકાર થવા જઇ રહ્યું છે. 5 વર્ષમાં 13 કરોડ લોકોને ગેસ સિલિન્ડર આપ્યા છે. રાજ્યમાં પાઈપલાઈનથી શુદ્ધ પાણી આપવાનો PMનો સંકલ્પ પણ પુરો થવા જઇ રહ્યો છે. સંસદ સભ્ય પોતાના વિસ્તારને ઠિક કરે તો દેશ ઠિક થઈ જાય છે. દેશભરના સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર ઉત્તમ ક્ષેત્ર છે. ગરીબીના નામે કોંગ્રેસે ગરીબોને હટાવ્યા સિવાય કંઇ કામ કર્યું નથી. તો વિશ્વને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં ભારતનું નેતૃત્વ હોવાની પણ વાત કરી હતી.