મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (09:34 IST)

વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો - ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

Gurpatwant singh Pannu
ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ધમકીઓ આપી હતી કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપની પણ ટેરર વર્લ્ડ કપ શરૂ થશે. નાગરીકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં. પન્નુના વાયરલ થયેલા ઓડિયો મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાઈ છે.

સાયબર ક્રાઈમે નોંધેલી ફરિયાદ પ્રમાણે પન્નુનો એક પ્રી રેકોર્ડેડ ફોન કોલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ કોલમાં પન્નુએ કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરથી વર્લ્ડ ક્રિકેટ કપની નહીં પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત થશે.આ મામલે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે પ્રીરેકોર્ડેડ વોઇસ કોલ વિદેશમાં રહી ગુનાહીત પ્રવૃત્તિ આચરતા ઇસમોએ ભારતના નાગરીકોમાં ભય ફેલાવવા આવા કોલથી ભારતના શીખ સમુદાયના લોકો અને ભારતના અલગ અલગ ઘર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરીને દેશની એકતાને નુકશાન પહોંચાડી આતંકવાદી પ્રવ્રુત્તિ કરવાના ઇરાદે કોલ કરેલ હતા. પન્નુએ ભારતના મહાનુભાવોને ચીમકી આપતા જુદા જુદા વિડીયો સોશિયલ મીડીયાના માધ્યમથી પોસ્ટ કર્યા હતા. ગુરપરવંતસિંહ પન્નુએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં આ પ્રકારની ધમકી આપી હતી. આગામી પાંચ ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ નહીં પણ ટેરર વર્લ્ડ કપની શરૂઆત થશે. શીખ્સ ફોર જસ્ટિસ ખાલિસ્તાન ધ્વજ સાથે અમદાવાદનો ઉપયોગ કરીને તોફાન કરશે. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવાના છીએ. અમે તમારી બુલેટ સામે બેલેટનો ઉપયોગ કરીશું. અમે તમારી હિંસા વિરુદ્ધ મતનો ઉપયોગ કરીશું. યાદ રાખો 5મી ઓક્ટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશે.