શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 25 ડિસેમ્બર 2021 (17:00 IST)

કોલેજમાં રેગિંગ મામલે દોષી 15 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી, 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ, 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી કાઢી નાખ્યા

જામનગરની ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં રેગિંગ મામલે 15 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. આ દોષિત વિદ્યાર્થીઓમાં 7 વિદ્યાર્થીઓ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે 7 વિદ્યાર્થીઓ અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે તેમજ એક વિદ્યાર્થી માસ્ટર ડીગ્રી કરે છે. આ તમામ વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામના પરિણામ સ્થગિત કરવામાં આવ્યાં છે
 
ઉલ્લેખનીય છે કે જામનગરની સરકારી ફીઝિયોથેરાપી કોલેજમાં સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવી રહ્યુ હોવાની કોલેજના આચાર્યને ફરિયાદ મળી હતી. જેને આધારે રેગિંગ કમિટીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્ટેલના 15 છાત્રોએ જૂનિયર વિદ્યાર્થિઓની હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રીપોર્ટમાં ખુલાસો થયો છે. જેને લઈને કોલેજના પ્રિન્સીપાલે 15 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. 6 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે. તેમજ ત્રણ વિદ્યાર્થીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી.
 
સરકારી કોલેજના પ્રિન્સિપાલે 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી કાઢી નાખ્યા છે. જયારે 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવા પર મનાવી ફરમાવવામાં આવી છે. 14 વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જયારે વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામ 15 વિદ્યાર્થીઓના રિજલ્ટ સ્થગિત રાખવામાં આવશે.