શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2023 (07:53 IST)

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હટતાં જ શીતલહેર વર્તાશે, 13 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો ઓછો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી ઓછી પડતી હતી. પરંતુ હવે આગામી 13 જાન્યુઆરીથી ફરીવાર કડકડતી ઠંડીનો ચમકારો શરૂ થશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આજે અને આવતીકાલના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આગામી પાંચ દિવસ પણ વરસાદની કોઈ આગાહી નથી.

દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારે સારી રહેતી હોય છે અને બપોર પછી ઓછી થઈ જતી હોય છે. જેથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. પરંતુ આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે. હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે.  ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10 કિ,મી પ્રતિકલાક રહેવાની શક્યતાઓ છે. જ્યારે કેટલાક સ્થળો પર પવનની ગતિ 20 કિ.મી પ્રતિકલાક રહેવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14. 5 ડિગ્રી નોંધાયું હતું. જે આગામી બે દિવસમા અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ નલિયામાં પણ શીતલહેરની અસરની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં ગત રાત્રિએ 15.3 ડિગ્રી સાથે 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે અમદાવાદનું લઘુતમ તાપમાન આગામી 12મી સુધી 13 ડિગ્રીની આસપાસ રહેશે. જોકે, ત્યારબાદ 13થી 15 જાન્યુઆરી દરમિયાન ઠંડી વધે તેવી સંભાવના છે.