ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (15:11 IST)

રાજ્યના 1 કરોડ 56 લાખ નાગરિકએ આયુર્વેદિક ઉકાળા થકી રોગપ્રતિકારક શક્તિમાં કર્યો વધારો

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર આયુષ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા પણ COVID-19નો ફેલાવો કાબૂમાં લાવવા માટે તેમજ આમ નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે આયુર્વેદ તેમજ હોમિયોપેથી આધારિત દવાઓના સેવન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 1 કરોડ 56 લાખ નાગરિકો આયુર્દેવિક ઉકાળાનો, 7.98 લાખ નાગરિકો સંશમની વટીનો તેમજ 96.68 લાખ નાગરિકો હોમિયોપેથીની દવા આર્સેનિક આલ્બમ-30ના વિનામૂલ્યે વિતરણનો લાભ લઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ક્વૉરન્ટાઇન કરાયેલા 13,818 નાગરિકોને પણ આયુષની સારવાર આપવામાં આવી હતી. જેમાંથી માત્ર 35 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
આ અંગે રાજ્ય આયુષ નિયામકની કચેરી દ્વારા છેલ્લા બે મહિનાથી સતત આયુર્વેદ અને હોમિયોપેથીની દવાઓના સેવન થકી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે આયુષ નિયામકની કચેરી, ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને હોમિયોપેથીના નિષ્ણાતોની યોજાયેલી બેઠકના પરિપાકરૂપે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓને અનુસરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગુજરાત સરકારના અગ્રસચિવની મંજૂરીથી આયુષની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી.
 
જે અંતર્ગત રાજ્યનાં 568 સરકારી આયુર્વેદ દવાખાના અને 38 હોસ્પિટલ ખાતેથી આયુર્વેદિક રોગપ્રતિરોધક અમૃતપેય- દશમૂલ ક્વાથ + પથ્યાદિ ક્વાથ કુલ 40 મિલી, ત્રિકટુ ચૂર્ણ- 2 ગ્રામના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલા ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 56 લાખ લોકોને વિનામૂલ્યે આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે આપવામાં આવતી સંશમની વટીનું પણ વિતરણ કરવામાં આવે છે, જેનો લાભ કુલ 7 લાખ 98 હજાર નાગરિકો લઈ ચૂક્યા છે.
 
આયુર્વેદની સાથોસાથ રાજ્યનાં તમામ હોમિયોપેથી દવાખાના તેમજ હોસ્પિટલ્સ ખાતેથી રોગપ્રતિકારક ઔષધિ આર્સેનિકમ આલ્બમ-30નું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો લાભ અત્યાર સુધીમાં 96.68 લાખ નાગરિકો લઈ ચૂક્યા છે.
 
આ અંગે રાજ્યના મુખ્યસચિવશ્રી દ્વારા ગત મહિના પ્રારંભે યોજાયેલી બેઠકમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ ચિકિત્સા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આમ નાગરિકોમાં આયુર્વેદ અને હોમિયોપેથીની રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓના સેવન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર વિવિધસ્તરે વિડિયો ક્લિપ, જિંગલ્સ અને અખબારી જાહેરખબર દ્વારા પણ આયુર્વેદિક અને હોમિયોપેથી દવાના ઉપયોગ અંગે બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે.
 
દરમિયાન, આયુષ વિભાગની મંજૂરીથી ક્વૉરન્ટાઇન કરવામાં આવેલા દર્દીઓને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાના આશયથી છેલ્લા એક મહિનાથી આયુર્વેદિક ઉકાળો તેમજ બે ગોળી સંશમની વટી સાત દિવસ સુધી, દિવસમાં બે વખત અને હોમિયોપેથીની આર્સેનિકમ આલ્બમ-30 પોટેન્સી ચાર-ચાર ગોળી સવાર-સાંજ ચાર દિવસ સુધી આપવામાં આવી રહી છે. આ પ્રકારે અત્યાર સુધીમાં આયુષની સારવાર મેળવનારા કુલ 13818 ક્વૉરન્ટાઇન કરાયેલા નાગરિકોમાંથી માત્ર 35 લોકોમાં જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય ગ્રામ્યસ્તરે પણ ગળો, તુલસી, અરડૂસી, લીમડાની આંતરછાલ, આદુ, હળદર વગેરેને વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા માટે સતત સૂચનાઓ અપાઈ રહી છે.
 
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી સમરસ હોસ્ટેલ ખાતે છેલ્લા બે સપ્તાહથી COVID-19ના પોઝિટિવ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હાલ સારવાર લઈ રહેલા 793 દર્દીને સંશમની વટીની બે-બે ગોળી, આયુષ ઉકાળો તેમજ આયુષ-64ની એક-એક ગોળી સવાર-સાંજ એમ દિવસમાં બે વખત આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, યષ્ટિમધુ ઘનવટીની એક ગોળી દર બે કલાકે એમ દિવસમાં છ ગોળી આપવામાં આવે છે. આ જ વિતરણ વ્યવસ્થા રાજ્યના તમામ કોવિડ કેર સેન્ટર ખાતે આ મહિનાથી શરૂ કરવામાં આવી છે.
 
આ સિવાય, અમદાવાદ સિવિલ ખાતે શરૂ કરવામાં આવેલી 1200 બેડની ક્ષમતા ધરાવતી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 900 ઉપરાંત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે છેલ્લા એક સપ્તાહથી દરરોજ સવારે હર્બલ ટીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
હેડિંગ: આયુષની સારવાર લેનારા ક્વૉરન્ટાઇન કરાયેલા 13,818 નાગરિકોમાંથી માત્ર 35 દર્દી સિવાય તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ