મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (13:59 IST)

50 પરપ્રાંતિઓને બસમાં ઠસોઠસ ભરીને તંત્રએ જ નિયમો તોડ્યાં

વડોદરા શહેરમાં એસ.ટી. બસમાં 40થી 50 જેટલા પરપ્રાંતીયોને બેસાડીને રેલવે સ્ટેશન લઇ જવાયા હતા. એક સીટમાં 3 લોકોને બેસડીને વડોદરા જિલ્લા તંત્રએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા.  વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી પરપ્રાંતીયોને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. મંગળવારે મોડી રાત્રે પણ વડોદરા, ડભોઇ અને વાઘોડિયામાં રહેતા 1200 પરપ્રાંતીયોને લઇને વડોદરાથી લખનઉ જવા માટે ટ્રેન રવાના થઇ હતી. જોકે પરપ્રાંતીયોને રેલવે સ્ટેશન બસ લઇ જવાયા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. એસ.ટી, બસમાં 40થી 50 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. એક સીટ પર 3-3 લોકો બેઠા હતા. તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. વડોદરા જિલ્લા તંત્રના અણઘડ આયોજનથી કોરોના વાઈરસ ફેલાવાયો ભય છે. એક તરફ તંત્ર દ્વારા લોકોને સુરક્ષા, તકેદારી અને સુવિધા સાથે એમના વતન રાજ્યમાં મોકલવાની વાતો થાય છે અને બીજી તરફ પરપ્રાંતીયો તેમના વતન મોકલતી વખતે સોશિયલ ડિન્સન્સિંગ ન જાળવીને તંત્ર સુરક્ષા અને તકેદારી બાબતે ગંભીર ન હોવાનું જણાઇ રહ્યું છે.