શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:08 IST)

મોરબીના સિરામીક ઉદ્યોગમાંChina Tileના વેચાણ પર બ્રેક લાગશે

ગુજરાત હાઈકોર્ટે ગુરૂવારે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીને રાહત પહોંચાડે તેવો ચુકાદો આપ્યો હતો. ચાઈનીઝ કંપનીઓએ એક સ્ક્વેર મીટર વિટ્રિફાઈડ ટાઈલ્સના વેચાણ સામે $1.87ની એન્ટિ ડમ્પિંગ ડ્યુટી ભરવાનો વિશ્વાસ આપવો પડશે. આ ઓર્ડર 25 જુલાઈથી લાગુ પડશે. આ દિવસે હાઈકોર્ટ મોરબી અને સાબરકાંઠાના સિરામિક ઇન્ડસ્ટ્રી એસોસિયેશનની પિટિશન સાંભળશે.

ચાઈનીઝ કંપનીના આવ્યા પછી ગુજરાતની સિરામિક ઇન્ડસ્ટ્રીને કપરા સમયનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સિરામિક એસોસિયેશનના મતે ચાઈનીઝ પ્રોડક્ટ પર માત્ર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી દેવાથી આ સમસ્યાનો નિકાલ નહિ આવે. વળી, સાત જેટલી ચાઈનીઝ કંપનીઓને ભારતમાં માલનું વેચાણ કરવા પર ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપી છે. એન્ટિ ડમ્પિંગ ડ્યુટીના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે ચાઈનીઝ ઉત્પાદનકર્તા અને એક્સપોર્ટર્સ એન્ટિ ડમ્પિંગ ડ્યુટી નિશ્ચિત કરવામાં સાથ સહકાર નથી આપી રહ્યા. આથી એસોસિયેશને ચાઈનીઝ ટાઈલ્સના વેચાણ પર નિશ્ચિત એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવા સામે પણ વિરોધ ઊઠાવ્યો હતો. મોટાભાગના સિરામિક એસોસિયેશન જે ડ્યુટી નિશ્ચિત કરવામાં આવી છે તેનાથી સંતુષ્ટ નથી. તેમાં સાત ચાઈનીઝ કંપનીઓને બાકાત રાખવા સામે પણ તેમનો વિરોધ છે.એસોસિયેશને ચુકાદા સામે પ્રશ્ન ઊઠાવતા ઓથોરિટીએ 14 જૂને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સિરામિક ઇન્ડસ્ટ્રી એસોસિયેશને ફરિયાદ કરી હતી કે તેમને પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં નહતો આવ્યો. તેમણે દલીલ કરી કે ઓથોરિટીએ સાત કંપનીને બાકાત રાખવાના નિર્ણય સામે તેમના વાંધાને પણ ધ્યાનમાં લીધો નહતો. આ મામલો છેવટે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં પિટિશન કરનારા મોરબી સિરામિક્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના કે.જી કુંડરિયાએ જણાવ્યું કે ચાઈનીઝ કંપનીઓને ભારત માલ મોકલવામાં ખૂબ ઓછો ખર્ચો થાય છે, ખાસ કરીને દક્ષિણ ભારત. તેની સામે ભારતના ઉત્પાદકો ટ્રકથી તેમનો માલ મોકલતા હોવાથી તેમને ટ્રાન્સપોર્ટેશનની કિંમત જ ઘણી વધી જાય છે.