મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જૂન 2020 (16:04 IST)

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો

ગુજરાતમાં કોરોના વાયરસનું સ્વરૂપ હવે ભયંકર સ્થિતિમાં પલટવા લાગ્યું છે. રાજકારણીઓ પણ ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં ચડવા માંડ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા જ્યારે સીએમ રૂપાણીને મળવા ગાંધીનગર ગયાં હતાં ત્યાર બાદ તેમનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક નેતાઓ અને ધારાસભ્યો પણ કોરોનાનો ભોગ બનવા માંડ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો  સાથે હતા.