ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (10:53 IST)

પેટાચૂંટણીનું ગણિત: શું બદલાયેલી સ્થિતિથી ભાજપને મળશે સીધો લાભ? કોને મળી શકે છે કેટલી સીટો

આગામી મહિને ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવવાની છે. તેના માટે ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓમાં લાગી ગઇ છે. ગુજરાતમાં 3 નવેમ્બરથી જે આઠ વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી યોજાવવની તે તમામ સીટો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં ગઇ હતી, તો બીજી તરફ આઠ સીટોમાં બે સીટો કપરાડા અને ડાંગી એવી હતી કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર ફક્ત 170 સીટો અને 768 વોટથી જીત્યા હતા.
 
એટલા માટે ભાજપ આ બંને પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને મંગળ ગામિતને ટિકીટ આપશે તો પરિણામ ભાજપ વિરૂદ્ધ આવી શકે છે. કારણ કે સંભાવના છે કે આ બંને સીટો ભાજપના હારેલા ઉમેદવાર માધુ રાઉત અને વિજય પટેલ નિષ્ક્રિય બની શકે છે. 
 
તો બીજી તરફ મોરબીમાં ક્રાંતિ અમૃતિયાને ફક્ત 3419 વોટોના અંતરથી કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ હરાવ્યા હતા. અત્યારે ભાજપના અમૃતિયા ચૂંટણીથી અદ્રશ્ય જોવા મળી રહ્યા છે. કારણ કે ભાજપ બ્રિજેશ મેરજાને ટિકીટ આપવાનો વાયદો કરી ચૂકી છે. 
 
ધારીમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 15336 વોટોથી હરાવી કોંગ્રેસના કેવી કાવડિયા વિજેતા બન્યા હતા. જેથી જો ભાજપ તેમને ટિકીટ આપશે તો તે જીતી શકે છે. 
 
અબડાસામાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ 9746 વોટોના અંતરથી ભાજપના છબીલ પટેલને હરાવ્યા હતા. અત્યારે છબીલ પટેલ ક્યાંય નથી જેથી ભાજપ માટે પ્રદ્યુમન સિંહ તારણહાર બની શકે છે. 
 
લીમડીમાં કોંગ્રેસના સોમાભાઇ પટેલે ભાજપના કિરીટ સિંહ રાણાને 14651 વોટોના અંતરથી હરાવ્યા હતા પરંતુ આ વખતે મેદાનમાં કિરીટસિંહને ચાન્સ વધુ છે. ભાજપ સોમાભાઇને ટિકીટ આપવાની નથી. 
 
ગઢડામાં પણ વર્ષ 2017માં કોંગ્રેસના પ્રવિણ મારૂ  9424 વોટોથી તથા કરજણમાં અક્ષય પટેલ 3564 વોટોની સરાસરીથી ચૂંટણીથી જીત્યા હતા. આ બંને ઉમેદવારો દ્વારા ક્રમશ: ભાજપના આત્મારામ પરમાર અને સતીષ પટેલને હરાવ્યા હતા. 
 
ભાજપ પોતાના હારેલા ઉમેદવાર આત્મારામ પરમારને ફરીથી ટિકીટ આપવાની છે અને કરજણમાં અક્ષય પટેલને ટિકીટ આપવાનું વચન આપ્યું હતું. વર્ષ 2017માં મળેલી બઢત અને હાલની બદલાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો આઠ સીટોમાં ભાજપને ચારથી સીટોનો સીધો લાભ છે.