રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2023 (16:04 IST)

ભારત અને પાકિસ્તાનની મેચને લઈને મુખ્યમંત્રીની બેઠક, અમદાવાદમાં ગોઠવાશે પેરામીલિટરી ફોર્સનો બંદોબસ્ત

Chief Minister's meeting regarding India-Pakistan match
Chief Minister's meeting regarding India-Pakistan match
અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે મુખ્યમંત્રીએ કરેલી મેચ અંગે સુરક્ષાની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલુ ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલેટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે. એક અંદાજ પ્રમાણે શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. 

BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેશે. આજે સરકાર દ્વારા સિનિયર IPS અધિકારીઓની પાસે વિગતો મેળવવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ મેચના દિવસે એટલી જ સુરક્ષા રાખવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી 14મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચના સદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.