બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 ઑગસ્ટ 2022 (09:48 IST)

ધોરણ 10 બોર્ડનું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, અહીં જુઓ રિઝલ્ટ

result
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બાદ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે તા. 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યું છે. 
 
વિદ્યાર્થીઓનું પરિણામ 23.72% જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 26.25% જાહેર કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ધોરણ 10ની પૂરક પરિક્ષા જુલાઇ મહિનામાં યોજાઇ હતી. જેમાં 1.40 લાખ વિદ્યાર્થીઓએ પૂરક પરિક્ષા અપી હતી. 
 
તમને જણાવી દઈએ કે, આ અગાઉ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે માર્ચ-એપ્રિલ-2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12(સામાન્ય પ્રવાહ)નું પરિણામ 04 જૂનના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. જેમાં ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95. 41 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ જાહેર થયુ છે. ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ છે. માત્ર એક જ શાળાનું 10 ટકાથી ઓછું પરિણામ છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )
 
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC PURAK PARIKSHA RESULT 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.