જામનગરના યુવાનમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા

Last Modified શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (11:36 IST)
વિશ્વમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે અને કેરળમાં પણ મંકીપોક્સથી એક મોત નોંધાયું છે. ત્યારે જામનગરના યુવાનમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. 29 વર્ષના યુવાનના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વાયરસ સામે આગમચેતીરૂપે પગલા લઈ રહી છે. તમામ જિલ્લાઓની હોસ્પિટલોમાં મંકીપોક્સ અંગે માહિતી આપવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ પેસેન્જર્સનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં મંકીપોક્સનો એકપણ એક્ટિવ કેસ નથી.ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી, તાવ આવવો, માથામાં દુખાવો થવો, થાક લાગવો, અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો, મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય છે. જે ધીમે ધીમે શરીરમાં અન્ય ભાગોમાં પ્રસરે છે.મંકીપોક્સના લક્ષણો જણાઇ આવતા હોય તેવા કોઇપણ વ્યક્તિ સાથે ત્વચાથી–ત્વચા અથવા ચહેરાથી – ચહેરાનો સંપર્ક ટાળવો. સ્વચ્છતા જાળવવી(હંમેશા હાથ સાફ રાખવા). સુરક્ષિત સેક્સનો અભ્યાસ કરવો. સંક્રમિત વ્યક્તિની કાળજી લેતી વખતે હાથમાં મોજા અને PPE કીટ પહેરવી.મંકીપોક્સથી સંક્રમિત દર્દીને સૌ પ્રથમ આઇસોલેસનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન રોગ સામે રક્ષણાર્થે સપોર્ટીવ કેર થેરાપી શરૂ કરવામાં આવે છે. હાઇરીસ્ક સંક્રમણ હોય તેવા કિસ્સામાં નિષ્ણાંત તબીબની સલાહ-સૂચન મુજબ એન્ટીવાયરલ ડ્રગ આપવામાં આવે છે. સમગ્ર સારવાર દરમિયાન દર્દીનું હાઇડ્રેશન મેઇન્ટેન કરવું પડે છે. મલ્ટી વિટામીન નિયમિત રીતે આપવામાં આવે છે. વાયરસના સંક્રમણના કારણે શરીરમાં ડેમેજ થયેલા કોષના પુન:નિર્માણમાં તે મદદરૂપ બને છે.


આ પણ વાંચો :